દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે શાબ્દીક જંગ શરૂ થઈ ચુકી છે. ભાજપના નેતાઓએ બંગાળમાં ધામા નખીને મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ મમતા બેનર્જી પણ ફરીથી સત્તા હાંસલ કરવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય દિનેશ ત્રિવેદીએ રાજ્યસભાના સભ્ય પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરતા બંગાળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જે રીતે હિંસા થઈ રહી છે એ જોઈ શકતો નથી. મારો આત્મા કહી રહ્યો છે કે, અહીં બેસીને કંઈ ન બોલવું તેના કરતા રાજીનામું આપવું સારું. જેથી રાજ્યસભામાંથી રાજીનામું આપી રહ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસના નેતા દિનેશ ત્રિવેદી છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના નેતાઓના સંપર્કમાં હોવાનું જાણવા મળે છે. જેથી આગામી દિવસોમાં તેઓ ભાજપાં જોડાય તેવી શકયતા છે. રાજ્યસભામાં તેમની મૃદત સપ્ટેમ્બર 2020થી શરૂ થઈ હતી.