Site icon Revoi.in

મમતા સરકારમાં વધુ એક રાજીનામું આપતાં વનમંત્રી રાજીવ બેનર્જી

Social Share

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં સતાધારી તૃણમૂલ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોઈને કોઈ નેતા પાર્ટી છોડીને જઇ રહ્યા છે. આ પહેલા શુભેંદુ નામના અધિકારીએ રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે રાજ્ય સરકારના વનમંત્રી રાજીવ બેનર્જીએ કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. રાજીવે રાજીનામામાં લખ્યું કે, ‘પશ્ચિમ બંગાળની પ્રજાની સેવા કરવી એ બહુ સન્માન અને સોભાગ્યની વાત છે. આ અવસરને મેળવવા માટે હું દિલથી આભાર વ્યકત કરું છું. રાજ્યપાલ જગદીપ ધનખડે રાજીવ બેનર્જીનું રાજીનામું સ્વીકારી લીધું છે.

આ પહેલા હુગલી જિલ્લાના ફુરફુરા શરીફ દરગાહના પીરઝાદા અબ્બાસ સિદ્દીકીએ આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુરુવારે નવી રાજકીય સંસ્થા ‘ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ’ ની ઘોષણા કરી હતી. પીરઝાદા સિદ્દીકીએ કહ્યું કે, નવી રચાયેલ સંગઠન યોજાનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તમામ 294 બેઠકો પર લડી શકે છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે તેમના સંગઠનની વામ-કોંગ્રેસ ગઠબંધનની સાથે તેમના સંગઠનની ગઠજોડ થવાની સંભાવના છે. રાજકીય સંગઠનના લોકાર્પણ પ્રસંગે સુફી મઝારના વડા સિદ્દીકીએ કહ્યું હતું કે, “બંધારણીય લોકશાહી સુરક્ષિત છે, દરેકને સામાજિક ન્યાય મળે અને અમે બધા ગૌરવ સાથે જીવીએ તે માટે અમે આ પાર્ટીની રચના કરી છે.”

તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાણ થવાની સંભાવના અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, “ભાજપને રોકવા માટે મુખ્યમંત્રીના રૂપમાં તમામને સાથે રાખીને ચાલવાની જવાબદારી મમતા બેનર્જીની છે.”

-દેવાંશી