Site icon Revoi.in

અંશુલા કાંત બન્યા વર્લ્ડ બેંકના એમડી અને સીએફઓ

Social Share

વોશિંગ્ટન: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અંશુલા કાંતને વર્લ્ડ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ ફાયનાન્શિયલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ મલ્પાસે શુક્રવારે ઘોષણા કરી હતી કે મેનેજિંગ ડાયરેક્ટર અને સીએફઓ તરીકે અંશુલા કાંત વર્લ્ડ બેંક ગ્રુપમાં ફાઈનાન્શિયલ અને રિસ્ક મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે. તેઓ અધ્યક્ષને રિપોર્ટ કરશે.

મલ્પાસે કહ્યુ છે કે અંશુલા કાંતને વર્લ્ડ બેંક ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર અને સીએફઓ નિયુક્ત કરવામાં મને ઘણી ખુશી થઈ રહી છે. તેઓ પોતાની સાથે ફાયનાન્શિયલ, બેંકિંગનો 35 વર્ષનો અનુભવ લાવી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે અંશુલા કાંતે દિલ્હીની લેડી શ્રીરામ કોલેજ ફોર વુમનમાંથી ઈકોનોમિક ઓનર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમનું પોસ્ટગ્રેજ્યુએશન દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી થયું છે.