Site icon Revoi.in

વનડે વર્લ્ડ કપનું એન્થમ સોંગ થયું રિલીઝ,આ એક્ટર ડાન્સ કરતો જોવા મળ્યો

Social Share

મુંબઈ:વનડે વર્લ્ડ કપ 2023 ની શરૂઆત ભારતની ઘરતી પર 5 ઓક્ટોબરથી થઈ રહી છે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. 12 વર્ષ બાદ ભારતની ધરતી પર વનડે વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. આ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ટીમ ઈન્ડિયાએ 1983માં કપિલ દેવની કપ્તાનીમાં અને 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હવે વનડે વર્લ્ડ કપ 2023 માટે થીમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં રણવીર સિંહ અને સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી પરફોર્મ કરતી જોવા મળી રહી છે.

ICC વનડે વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં હજુ બે અઠવાડિયા બાકી છે. હવે વનડે વર્લ્ડ કપનું થીમ સોંગ ‘દિલ જશ્ન બોલે’ રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતમાં એક શાનદાર એન્થમનો પણ સમાવેશ છે. જેમાં સુપરસ્ટાર રણવીર સિંહ ટ્રેનની ઉપર અને અંદર ડાન્સ કરતો જોવા મળે છે. આ ગીતને બોલિવૂડના પ્રખ્યાત સંગીતકાર પ્રિતમે કમ્પોઝ કર્યું છે. આ ગીત તમને વનડે ક્રિકેટની એક અલગ દુનિયામાં લઈ જાય છે. આ ગીત ટૂંક સમયમાં રેડ એફએમ અને બિગ એફએમ પર પણ સાંભળી શકાશે.

થીમ સોંગ વિશે બોલતા સુપરસ્ટાર રણવીર સિંહે જણાવ્યું હતું કે, સ્ટાર સ્પોર્ટ્સ પરિવારના એક ભાગ અને ક્રિકેટ ચાહક તરીકે, ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે આ એન્થમ લોન્ચનો ભાગ બનવું ખરેખર સન્માનની વાત છે. તે એક ઉત્સવ છે.તે રમત જેને આપણે બધા પસંદ કરીએ છીએ.

પ્રિતમે કહ્યું કે ક્રિકેટ એ ભારતનો સૌથી મોટો જુસ્સો છે અને અત્યાર સુધીના સૌથી મોટા વર્લ્ડ કપ માટે ‘દિલ જશ્ન બોલે’ કંપોઝ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આ ગીત માત્ર 1.4 અબજ ભારતીય ચાહકો માટે જ નથી પરંતુ સમગ્ર વિશ્વ માટે ભારતમાં આવવા અને અત્યાર સુધીની સૌથી મોટી ઉજવણીનો ભાગ બનવા માટે છે. વિડીયોમાં ક્રિકેટ ચાહકોને આકર્ષે છે, જેમાં તમામ ચાહકોની લાગણીઓ સમાયેલી છે.વનડે વર્લ્ડ કપ 2023માં ભાગ લઈ રહેલા દેશોના ધ્વજ ટ્રેનની અંદર બતાવવામાં આવ્યા છે