પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર હુમલાના વિરોધમાં ભાજપના નેતાએ પીએમ મોદીને પત્ર લખી માગી મદદ
કોલકત્તા: બંગાળમાં દુર્ગા પૂજાના પ્રસંગ પર કટ્ટરપંથીઓએ અનેક પૂજા પંડાલ ઉપર હુમલો કરીને મૂર્તિઓની તોડફોડ કરી હતી. આ ઘટનાના ઘેરા પડઘા પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર ભારતમાં પડ્યા છે પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસ બાદ ભાજપના સિનિયર નેતા શુભેન્દુ અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થતા હુમલા અંગે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે.
પીએમ મોદીને લખેલા પત્રમાં ભાજપના નેતાએ જણાવ્યું હતું કે, હું આપનું ધ્યાન બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન થયેલી તોડફોડ તરફ દોરવા માગું છું. કટ્ટરપંથીઓ ની તાકાત બાંગ્લાદેશમાં દિવસેને દિવસે વધી રહી છે અને તેઓ સનાતની પર હુમલા કરી ભયનો માહોલ પેદા કરી રહ્યા છે. દુર્ગા પૂજા દરમિયાન જ્યારે જુલુસ નીકળયું ત્યારે ધર્મ ઝનુની ટોળાએ માતાજીના પંડાલ અને મુરતી ની તોડફોડ કરી છે. બાંગ્લાદેશમાં હિન્દુ ની પરિસ્થિતિ ખૂબ દયનીય છે.
તેમણે વધુમાં લખ્યું છે કે હિંદુઓ બાંગ્લાદેશમાં હુમલા સહિતની પીડાઓ નો સામનો કરી રહ્યા છે કટર પંથી ઓના વધેલા ત્રાસથી કંટાળી અનેક હિંદુઓ બાંગ્લાદેશ છોડી પશ્ચિમ બંગાળમાં વસવાટ કરી રહ્યા છે દેશમાં વસતા હિન્દુઓ ને રાહત મળે તેવા પગલાં ભરો.
સમગ્ર ઘટના અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમને બાંગ્લાદેશમાં ધાર્મિક આયોજનનો દરમિયાન થતા હુમલા ની ઘટના રિપોર્ટ મળે છે બાંગ્લાદેશ સરકાર આ અંગે યોગ્ય પગલાં ભરે. અમે બાંગ્લાદેશ સરકારના સતત સંપર્કમાં છીએ.
મહત્વનું છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલા દરમિયાન ત્રણ વ્યક્તિઓના મોત થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે બાંગ્લાદેશ સરકાર પણ બીપી હિંસાને અટકાવવા કામગીરી કરી રહી છે.