Site icon Revoi.in

કેન્દ્ર સરકારની મંજૂરી બાદ તાવ અને એન્ટિ-ઇન્ફેક્ટિવ દવાઓમાં 12 ટકાનો વધારો કરાશે

Social Share

આ વર્ષે દવાઓના ભાવમાં વધારો કરવા માટે સરકારે મંજૂરી આપી દીધી જે  હેઠળ 1 એપ્રિલથી, લોકોએ દર્દ નિવારક, એન્ટિ-ઇન્ફેક્ટિવ અને હ્રદય રોગથી લઈને એન્ટિબાયોટિક દવાઓ માટેના પેસા વધુ પે કરવા પડશે.

સરકારે વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંક માં ફેરફારને અનુરૂપ દવા કંપનીઓને દવાના ભમાં વધારો કરવાની મંજૂરી આપી છે. જે દવાઓના ભાવમાં વધારો થશે તેમાં પેરાસીટામોલનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ સામાન્ય તાવ અને પીડા માટે થાય છે.

નવા નાણાકીય વર્ષ 2023-24થી આવકવેરા સંબંધિત ઘણા નિયમોમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. ટેક્સ મર્યાદામાં વધારો કરવા માટે નવા ટેક્સ સ્લેબ અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર કોઈ એલટીસીજી ટેક્સ લાભો જેવા ઘણા મોટા ફેરફારો 1લી એપ્રિલથી થઈ રહ્યા છે.નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી અનુસાર, 2022માં સૂચિત WPIમાં વાર્ષિક ફેરફાર 12.12 ટકા હતો. NPPA એ એમ પણ કહ્યું કે 384 શેડ્યૂલ દવાઓના ભાવમાં 12 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે.

જે દવાઓના ભાવમાં વધારો કરવામાં આવશે  દવાઓનો ઉપયોગ 27 પ્રકારની  સારવારમાં થાય છે. સતત બીજા વર્ષે, આવશ્યક દવાઓના ભાવમાં વધારો નોન-શિડ્યુલ દવાઓ માટે અનુમતિપાત્ર મર્યાદા કરતા વધારે છે

સરકારે ઇટ્રાકોનાઝોલ કેપ્સ્યુલ્સ સહિત 25 દવાઓના ભાવ પણ નક્કી કર્યા છે. એન્ટિ-ફંગલ ડ્રગ ઇટ્રાકોનાઝોલની એક કેપ્સ્યુલની કિંમત 20.72 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આમાં ટેલ્મિસારટન ક્લોરથાલિડોનનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અથવા સ્ટ્રોકના જોખમને ઘટાડવા માટે થાય છે.