શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીો અહીની શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં લાગેલા છે વિતેલા દિવસે કર્નલ સહીત કુલ 3 લોકો શહીદ પણ થયા છે ત્યાર બાદ સેનાએ સખ્ત સર્ચ ઓપરેશન ચવાલ્યું હતું ત્યારે હવે લશ્કરના ત્રણ આતંકીઓ ઘેરાયા હોવાની માહિતી મળી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ઘૂસેલા બે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
વિતેલા દિવસથી જ અહી આતંકીઓની શોઘખોળ કરવામાં આવી રહી છે આ આતંકીઓ ઘેરાય.ા હોવાને લઈને જમ્મુ અને કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું, ‘કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડીએસપી હુમાયુ ભટની અતૂટ બહાદુરીને સાચી શ્રદ્ધાંજલિ છે, જેમણે આ ચાલુ ઓપરેશન દરમિયાન આગળથી નેતૃત્વ કરીને પોતાના જીવનનું બલિદાન આપ્યું.
આ સહીત સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં સેનાની તૈનાતી જોવા મળી છે, પોસ્ટથી લઈને દરેક વિસ્તારમાં સેનાનો કાફલો તૈનાત છે જેથી કરીને આતંકીઓ ભાગવામાં સફળ ન થઈ શકે.ઉલ્લેખનીય છે કે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના કર્નલ સહિત ત્રણ સુરક્ષા દળના અધિકારીઓ શહીદ થયા છે. તેમણે કહ્યું કે ગોળીબારમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ ત્રણેય શહીદ થયા હતા