કોરોનાની લડાઇમાં અનુપમ ખેરે પણ શરૂ કરી મેડિકલ સપ્લાયમાં મદદ,અમેરિકાથી પહેલો જથ્થો આવ્યો
- કોરોના સંકટમાં અનુપમ ખેરની દેશને મદદ
- મેડિકલ સપ્લાય કર્યો શરૂ
- અમેરિકાથી પહેલો જથ્થો ભારત પહોંચ્યો
મુંબઈ: ભારતમાં કોરોનાવાયરસ સામેની લડાઈ હવે તમામ સ્તર પર લડવામાં આવી રહી છે. સરકાર,એનજીઓ,સામાજીક કાર્યકરોની સાથે સાથે હવે અભિનેતાઓ પણ લડાઈમાં જોડાઈ રહ્યા છે. આ લડાઈમાં એનુપમ ખેર પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફોટો બદલીને જાણ આપી કે અમેરિકાથી પહેલો જથ્થો ભારત આવી ગયો છે. એક વીડિયોને પોસ્ટ કરીને જાણકારી આપી કે, ભારતમાં કેટલાક ટ્રક આવી ગયા છે.
એક દિવસ પહેલા તેમણે અમેરિકાથી સામાન મોકલવામાં આવતો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આમાં તેમણે કહ્યું હતું કે, તેઓ તેમના ફેંસ અને ફોલોઅર્સને જણાવશે કે, કયા શહેરમાં કેટલી મેડિકલ સામગ્રી પહોંચાડવામાં આવશે.
અનુપમ ખેરએ જણાવ્યું કે, ગ્લોબલ ફાઉંડેશન કેંસરના ડૉ. આશુતોષ તિવારી આ કામ માટે સૌથી પહેલા આગળ આવ્યા હતા. આ બાબતે આશુતોષ તિવારીએ પણ કહ્યુ કે, ભારતમાં લોકો એકલા નથી. અમે 10000 માઈલ દુર ભલે રહેતા હોય પણ અમે તેમને દિલ અને વિચારોની નજીક રાખવા માગીએ છીએ. અમે જે મદદ મોકલી રહ્યા છે તે આપણી એકતાનું પ્રતિક છે.