- અનુપમા શો ટીઆરપીમાં પછડાયો
- ગૂમ હે કીસી કે પ્યાર મે શો ટોપ પર રહ્યો
સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો શો અનુપમા સો કોઈનો પ્રિય શષો છે, હાલ સિરીયલમાં અનુપમા અને અનૂજના લગ્નની તૈયારી ઓ દર્શાવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં આ શોની ટીઆરપી ઘટી રહેલી જોવા મળી છે,તો તેની સાથે જ વિરાટ અને સઈની લવ સ્ટોરી દર્શાવતો શો ગૂમ હે કીસી કે પ્યારમેં નંબર 1 પર જોવા મળી રહ્યો છે,તેનું કારણ એ છે કે વિરાટ અને સઈએ એકબીજાને પફાઈનલી પ્રપોઝ કરી દીધુ છે ત્યારે દર્શકોનો રસ આ સિરીયલમાં વધ્યો છે.
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલએ 16મા અઠવાડિયા માટે આ ટીઆરપીનું લિસ્ટ જાહેર કર્યું છે. ટીવી પર પ્રસારિત થનારી સિરિયલના નિર્માતાઓની સાથે તેમના ચાહકો પણ આ લિસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટોચના 5માં સ્થાન મેળવવા માટે, નિર્માતાઓ શોમાં નવા-નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ લાવતા રહે છે.
પ્લસની પ્રખ્યાત સીરિયલ અનુપમા ફરી એકવાર આ યાદીમાં ટોચ પર છે. આ સિવાય ઘણા શોએ આ અઠવાડિયે ટોપ 5માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.ચાલો જાણીએ કયા શો ટીઆરપીમાં પોતાનું આગવું સ્થઆન જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
અનુપમા
રૂપાલી ગાંગુલી અભિનીત ફિલ્મ ‘અનુપમા’ શરૂઆતથી જ ફેમસ થયો પરંતુ તેના દર્શકોની સંખ્યામાં સતત બીજા સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તે 2.9 મિલિયન દર્શકો સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. હાલમાં સિરિયલમાં અનુજ અને અનુપમાના લગ્નનો સિલસિલો ચાલી રહ્યો છે, છતાં તેના વ્યુઅર્સમાં ઘટાડો જોવા મળ્યો છે.
ગૂમ હે કીસી કે પ્યાર મેં
નીલ ભટ્ટ, ઐશ્વર્યા શર્મા અને આયેશા સિંહ સ્ટારર આ સિરિયલના વ્યુઅરશિપમાં ગયા સપ્તાહની સરખામણીએ વધારો જોવા મળ્યો છે. ‘ગૂમ હૈ કિસી કે પ્યાર મેં’ આ અઠવાડિયે 2.3 મિલિયન વ્યુઅરશિપ ઇમ્પ્રેશન સાથે ટોચ પર છે. હાલમાં શોમાં સાઈ અને વિરાટના ફરીથી લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે.જેને લઈને દર્શકોને આમા વધારે રસ પડી રહ્યો છે એમ કહીે તો ખોટૂ નથી
યે હે ચાહતે
યે હૈ મહોબ્બતેનો સ્પિન-ઓફ શો ‘યે હૈ ચાહતેં’ના દર્શકોમાં ગયા સપ્તાહની સરખામણીએ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ અઠવાડિયે શોએ લિસ્ટમાં મોટો ઉછાળો મેળવ્યો છે. રોમેન્ટિક ડ્રામા 2.1 મિલિયન દર્શકોની છાપ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.
યે રિશ્તા ક્યા કેહલાતા હે
અક્ષરા અને અભિમન્યુના લગ્નનો ટ્રેક હોવા છતાં, શોના દર્શકોમાં કોઈ વધારો થયો નથી. પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા અભિનીત ફિલ્મ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’એ 2.1 મિલિયન વ્યુઅરશિપ ઈમ્પ્રેશન સાથે યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું છે.