અનુરાગ સિંહ ઠાકુરે નેહરૂ યુવા કેન્દ્ર અમદાવાદ દ્વારા આયોજિત 14મા આદિવાસી યુવા આદાનપ્રદાન કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યુ
અમદાવાદ :નેહરૂ યુવા કેન્દ્ર અમદાવાદ દ્વારા આયોજિત 14મા આદિવાસી યુવા આદાનપ્રદાન કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તેમજ ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા રમતગમત મંત્રી માનનીય અનુરાગ સિંહ ઠાકુર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના મેયર શ્રી કિરીટભાઈ તથા વિધાનસભા સદસ્ય શ્રી બાબુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ રમતગમત મંત્રી તથા અન્ય અતિથિઓ દ્વારા દીપ પ્રાક્ટય કરીને કરવામાં આવ્યો હતો.
જેના પછી નેહરૂ યુવા કેન્દ્ર સંગઠનના પ્રાદેશિક નિદેશક પવન અમરાવાત દ્વારા મુખ્ય અતિથિનું સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે જ કાર્યક્રમના વિષય તેમજ ઉદ્દેશ સંબંધિત સૌને જાણકારી આપવામાં આવી હતી.
ત્યાર બાદ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ રાજ્યમાંથી ઉપસ્થિત પ્રતિભાગીઓ દ્વારા લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું જેને મુખ્ય મહેમાન અનુરાગ ઠાકુરે બિરદાવ્યું હતું.આ પછી, ઠાકુરે આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના પ્રતિભાગીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો.ત્યારબાદ આંધ્રપ્રદેશનું લોકનૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું.
7 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં કુલ 200 આદિવાસી યુવાનો ભાગ લઈ રહ્યા છે.ઉદઘાટન સમારોહનું સમાપન સામૂહિક રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું.