Site icon Revoi.in

અનુરાગ ઠાકુરની મોટી જાહેરાત,હોલીવુડ એક્ટર માઈકલ ડગલસને મળશે સત્યજીત રે એક્સીલેન્સ એવોર્ડ

Social Share

મુંબઈ: માઈકલ ડગલસને IFFI ગોવા ખાતે સત્યજીત રે એક્સીલેન્સ ઇન ફિલ્મ લાઈફ ટાઈમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે જાહેરાત કરી હતી કે, હોલીવુડ અભિનેતા માઈકલ ડગલસને ગોવાના 54મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત સત્યજીત રે એક્સીલેન્સ ઇન ફિલ્મ લાઈફટાઈમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

તેણે તેના x અકાઉન્ટ પર આ સમાચાર શેર કર્યા અને લખ્યું, મને આ જાહેરાત કરતાં ખુશી થાય છે કે પ્રતિષ્ઠિત હોલીવુડ અભિનેતા અને નિર્માતા માઈકલ ડગલસને પ્રતિષ્ઠિત સત્યજીત રે એક્સીલેન્સ ઇન ફિલ્મ લાઈફ ટાઈમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 54મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ગોવા.’

સત્યજિત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, 1999માં 30મી IFFI ખાતે સ્થાપિત કરવામાં આવ્યો હતો, તે એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમના અસાધારણ યોગદાનથી સિનેમાની દુનિયા નોંધપાત્ર રીતે સમૃદ્ધ અને આગળ વધી છે.

79 વર્ષીય અમેરિકન અભિનેતા માઈકલ ડગલસ બે વખત ઓસ્કાર વિજેતા અને પાંચ વખત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતા છે. અભિનેતા એ 1966માં ‘કાસ્ટ અ જાયન્ટ શેડો’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મોમાં તેમની કેટલીક લોકપ્રિય કૃતિઓમાં ‘વોલ સ્ટ્રીટ’ (1987), ‘બેઝિક ઇન્સ્ટિંક્ટ’ (1992), ‘ફોલિંગ ડાઉન’ (1993), ‘ધ અમેરિકન પ્રેસિડેન્ટ’ (1995), ‘ટ્રાફિક’ (2000) અને ‘બિહાઇન્ડ ધ કેન્ડેલબ્રા’ (2013) નો સમાવેશ થાય છે. અભિનય ઉપરાંત, તેણે ‘વન ફ્લુ ઓવર ધ કકુઝ નેસ્ટ’ (1975), ‘ધ ચાઇના સિન્ડ્રોમ’ (1979), અને ‘ધ ગેમ’ (1999) જેવી ઘણી વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.