- સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો
- સાસરી પક્ષ તરફથી કરવામાં આવતી માંગ દહેજ ગણાશે
દિલ્હીઃ- દેશભરમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યારે સાસરીયા પક્ષ તરફથી વઘુને હેરાન કરીને દહેજની માંગ કરવામાં આવતી હોય ,આજે પમ ઘણા વિસ્તારોમાં દહેજની પ્રથા આંખ આડા કાન કરીને સ્વીકારવામાં આવી રહી છે ત્યારે હવે આ મામલે સુપ્રીમ કોર્ટ એક મહત્વો ચીકાદો સંભળાવ્યો છે.જેના બાદ આવા પ્રકારના કિસ્સાઓ ઘણા ઘટી શકે છે.
સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે કે હવે સાસરિયા તરફથી મકાન ખરીદવા કે બનાવવા માટે પૈસાની માંગ કરવી તેને પણ દેહજ ગણાશે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ એએસ બોપન્ના તથા જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે.
દહેજના મામલે આ પીઠે કહ્યું કે શબ્દને વ્યાપક અર્થમાં વર્ણવવો જોઈએ. લગ્ન પછી સ્ત્રી મહિલા પાસેથી કોઈપણ પ્રકારની માંગણી કરવામાં આવે જે માલ-મિલકતની હોય તેને હવે દહેજ જ ગણાવામાં આવશે.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એક કેસમાં આ મામલે મૃતકના પતિ અને સસરાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમની આઈપીસી કલમ 304 બી, આત્મહત્યા માટે ઉશ્કેરણી અને દહેજ માટે ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
વિગત કંઈ એવી છે કે ગુનેગાર ઘર બનાવા માટે મૃતક સ્ત્રી પાસે રુપિયા માંગ્યા હતા અને સ્ત્રીના પિયર તરફથી તે આપી શક્યા નહી, એટલું જ નહી આ અંગે મહિલાને સતત હેરાન પરેશાન કરવામાં આવી હતી, અને છેવટે તે સ્ત્રીએ જીવન ટૂંકાવ્યું હતું.મહિલાના મોત બાદ દાખલ કરવામાં આવેલી અપીલ પર મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ ચૂકાદો આપ્યો છે, અને કહ્યું કે, ઘરના બાંધકામ માટે પૈસાની માંગને દહેજ ગણાશે.