- મારા માટે રાષ્ટ્ર પ્રથમઃ અપર્ણા યાદવ
- રાષ્ટ્રની આરાધના કરવા નીકળી છુંઃ અપર્ણા
દિલ્હીઃ સમાજવાદી પાર્ટીનો સાથ છોડીને ભાજપમાં જોડાયેલા અપર્ણા યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથીની કામગીરીના વિકાસના વખાણ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, મારા માટે રાષ્ટ્ર પ્રથમ છે અને હું રાષ્ટ્રની આરાધના કરવાની નીકળી છું.
ભાજપના જોડાયેલા અપર્ણા યાદવે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અને મહિલાઓને લઈને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીથી પ્રભાવિત છું. ભાજપની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાઈ છું. મારા માટે રાષ્ટ્ર પ્રથમ છે અને હું રાષ્ટ્રની આરાધના કરવાની નીકળી છું. ભાજપમાં હું મારી ક્ષમતા પ્રમાણે દેશ સેવાના કાર્યો કરીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુલાયમસિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાવવામાં જોવાની છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલતી હતી જેની ઉપર આજે પૂર્ણવિરામ લાગી ગયો છે. આજે અપર્ણા યાદવ વિવિધત રીતે ભાજપમાં જોડાયાં હતા અને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.