Site icon Revoi.in

જયપુરમાં કિલ્લાઓ અને મહેલો ઉપરાંત આ જગ્યાઓ પર પણ ફરવાનો બનાવી શકો છો પ્લાન

Social Share

જયપુર એક લોકપ્રિય પર્યટક આકર્ષણ છે જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. જો તમને ઈતિહાસમાં રસ હોય તો તમારે અહીંની મુલાકાત લેવી જ જોઈએ.આ સ્થળ તેની સંસ્કૃતિ, પ્રાકૃતિક સૌંદર્ય અને ખાણીપીણીની વસ્તુઓને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં મુલાકાત લેવા આવે છે.આ શહેર પિંક સિટી તરીકે પણ ઓળખાય છે.આ એક આકર્ષક પર્યટન સ્થળ છે જેમાં જોવા માટે ઘણા સુંદર સ્થળો છે જે માત્ર કિલ્લાઓ અને મહેલો જ નથી. અહીં ઘણી સુંદર જગ્યાઓ છે જ્યાં તમે તમારા મિત્રો અને પ્રિયજનો સાથે મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.

પન્ના મીના કુંડ

વિશાળ આમેર કિલ્લાની બરાબર બાજુમાં પીળા રંગના પગથિયાં છે. તે 16મી સદીમાં બાંધવામાં આવ્યું હતું.ઘણા સ્થાનિક લોકો માને છે કે, પન્ના મીના કુંડની સ્થાપના આમેરના રહેવાસીઓ માટે પાણી એકત્રિત કરવા માટે કરવામાં આવી હતી.મહિલાઓ પણ ઘરના કામકાજ માટે પાણીના ઘડા ભરવા આવતી.પન્ના મીના કુંડ એક ચોરસ આકારની વાવ છે. તેની ચારે બાજુ સીડીઓ છે.તમે અહીં બેસીને ભીડથી દૂર નજારોનો આનંદ માણી શકો છો.

આલ્બર્ટ હોલ મ્યુઝિયમ

રાજ્યનું સૌથી જૂનું મ્યુઝિયમ રામ નિવાસ બાગના સુંદર બગીચામાં આવેલું છે.તેમાં શહેરના શાસકોની અંગત ચીજવસ્તુઓ તેમજ ટોલેમિક યુગની ઇજિપ્તીયન મમી છે.

આમેર ફોર્ટ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો

આમેર ફોર્ટ દરરોજ સાંજે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરે છે.આ શો આમેરના ગૌરવ, ઇતિહાસ અને પરંપરાઓને પુનર્જીવિત કરવાનો એક શ્રેષ્ઠ પ્રયાસ છે.આ શો 50 મિનિટનો છે.

હોટ એર બલૂન

હોટ એર બલૂનમાં મુસાફરી કરવા માટે જયપુર ભારતના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. શહેરનો નજારો મોહક છે.તમારે તમારી મુસાફરી દરમિયાન ઓછામાં ઓછા એક વખત તેનો અનુભવ કરવો જોઈએ.