ઘણા લોકોના વાળ નાની ઉમંરે સેફદ થઈ જતા હોય છે જેમાંથી મોટા ભાગના લોકો વાળને કલર કરવા માટે મેહંદીનો ઉપયોગ કરે છે.કારણ કે મહેંદી વાળ માટે કુદરતી હેર કલરનું કામ કરે છે. પરંતુ, અમે તમને જણાવી દઈએ કે મહેંદી એકમાત્ર એવી વસ્તુ નથી જે વાળને કુદરતી રંગ આપે છે જો કે આ સહીત કેટલીક વસ્તુઓ છે કે જે કુદરતી રીતે તમારા વાળને રંગ કરવામાં મદદ કરે છએ તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.
બીટ
આ માટે લોખંડની કડાઈમાં 1 ગ્લાસ પાણી, 1 ચમચી ચાની પત્તી, 1 ચમચી આમળા પાવડર અને 1 ચમચી બીટરૂટનો રસ અથવા છુંદો નાખીને સારી રીતે ઉકાળો. આ પછી જ્યારે તે ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં લીંબુનો રસ ઉમેરી ગેસ બંધ કરી દો.ત્યાર બાદ આ પાણી ઠંડું થઈ જાય પછી તેને વાળમાં લગાવો અને સુકાઈ ગયા પછી ધોઈ લો. આમ કરવાથી વાળનો રંગ કુદરતી લાલાસ વાળો બને છે.
ચા પત્તી
જો તમે તમારા વાળને કુદરતી રીતે ડાર્ક બ્રાઉન કલર કરવા માંગો છો, તો તમે આ માટે ચાની પત્તીનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી ચાની પત્તી નાખીને ઉકાળો. આ પછી તેમાં 1 ચમચી આમળા પાવડર નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો . ત્યાર બાદ ગેસ બંધ કરો અને તેને થોડીવાર માટે ઠંડુ થવા માટે રાખો. હવે તેને વાળમાં લગાવી દો લગાવ્યાના 1 કલાક પછી સામાન્ય પાણીથી વાળ ધોઈ લો.
પાન સાથે ખવાતો કાથો
લોખંડના વાસણમાં 2 ચમચી કાથાનો પાવડર, 4 ચમચી આમળા પાવડર અને 4-5 લવિંગને 1 ગ્લાસ પાણીમાં ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. આ પછી ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે વાળમાં લગાવો અને 1 કલાક પછી વાળ ધોઈ લો