ભારત ઉપરાંત દુનિયાના અન્ય ચાર દેશમાં પણ સૌથી વધારે હિન્દી ભાષાનું ચલણ
નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હિન્દી એ ભારતના મોટાભાગના નાગરિકોની માતૃભાષા છે. હિન્દી એ ભારતની ઓળખ છે, જે વિશ્વભરના હિન્દી ભાષી લોકોને એક કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે અને તેની લોકપ્રિયતામાં વધારો થયો છે. ભારતમાં લોકો હિન્દી કરતાં અંગ્રેજી ભાષા બોલવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. હિન્દી દિવસની ઉજવણી હિન્દીના પ્રસાર માટે અને લોકોને હિન્દી ભાષા પ્રત્યે જાગૃત કરવા માટે શરૂઆત થઈ હતી.
હિન્દી ભારતની સત્તાવાર ભાષા છે પરંતુ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ હિન્દી ગર્વથી બોલાય છે. દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં હિન્દી ભાષા ગર્વથી બોલાય છે.
- નેપાળઃ ભારતનો પાડોશી દેશ નેપાળ બીજો સૌથી મોટો સમૂહ છે, જ્યાં હિન્દી ભાષી લોકો જોવા મળશે. નેપાળમાં 80 લાખ લોકો હિન્દી બોલે છે. મોટી વસ્તી હિન્દી બોલે છે જો કે, નેપાળમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવામાં આવી નથી. પરંતુ વર્ષ 2016માં નેપાળી સાંસદોએ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સામેલ કરવાની માંગ ઉઠાવી હતી.
- યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાઃ અમેરિકા જેવા દેશમાં સૌથી વધારે અંગ્રેજી ભાષા બોલાય છે, અમેરિકામાં પણ હિન્દીભાષા બોલનારાઓની સંખ્યા વધારે છે. સૌથી વધારે બોલાતી ભાષામાં હિન્દીનો પણ સમાવેશ થાય છે. એક રિપોર્ટ અનુસાર અહીં 6 લાખથી વધુ લોકો હિન્દી ભાષા બોલે છે. જો કે, અંગ્રેજીના વર્ચસ્વને કારણે, લોકો તેમના ઘરોમાં હિન્દીનો ઉપયોગ કરે છે. હિન્દી ભાષા બોલતા મોટાભાગના લોકો ભારતમાંથી વસાહતીઓ છે. હિંદુ અમેરિકામાં 11મી સૌથી લોકપ્રિય ભાષા છે.
- મોરેશિયસઃ ભારતમાંથી પ્રવાસીઓ દર વર્ષે મોરેશિયસ ફરવા જાય છે. જો આપણે મોરેશિયસની ભાષા જોઈએ તો અહીં ત્રીજા ભાગના લોકો હિન્દી ભાષા બોલે છે. અંગ્રેજી અને ફ્રેન્ચ મોરેશિયસમાં સંસદની સત્તાવાર ભાષાઓ છે. મોટાભાગના મોરિશિયન લોકો તેમની મૂળ ભાષા તરીકે ક્રેઓલ બોલે છે.
- ફિજીઃ આ દેશમાં હિન્દી ભાષા પણ પ્રચલિત છે. અહીં ભારતીય મજૂરોના આગમન પછી હિન્દીનું ચલણ વધ્યું હતું. હકીકતમાં, પૂર્વોત્તર ભારતના લોકો ફિજી ગયા છે જેઓ અવધી, ભોજપુરી અને મગહી બોલે છે. આ ઉપરાંત ઉર્દૂ ભાષા સાથે પણ જોડાયેલી છે. આ બધી ભાષાઓને ભેળવીને એક નવી ભાષાની રચના થઈ, જેને ફિજી બાત કહેવામાં આવી.