દિવાળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ધનતેરસ નિમિત્તે બજારો સજાવવામાં આવી હતી, ઘરો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. રોશનીનો આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઉજવવામાં આવે છે. તેની લોકપ્રિયતા અમેરિકા અને જાપાન જેવા દેશોમાં પણ જોવા મળે છે. આ દેશોમાં દિવાળીની ભવ્ય ઉજવણી જોવા જેવી છે. માત્ર ભારતીય લોકો જ નહીં પરંતુ અમેરિકનો પણ દિવાળી પર્વને ખૂબ જ આનંદથી ઉજવે છે. એટલું જ નહીં, અનેક દેશમાં દિવાળીના તહેવાર પર રજાઓ હોય છે.
અમેરિકાઃ મહાસત્તા અમેરિકામાં પણ દિવાળી ઉજવાય છે. અહીં વસતા ભારતીય સમુદાયના લોકો ખૂબ જ ભવ્ય રીતે દીપોત્સવની ઉજવણી કરે છે. આ દિવસે, ભારતીય મંદિરોમાં પૂજા થાય છે. અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
જાપાનઃ જાપાનના લોકો પણ દિવાળીનો તહેવાર ઉજવે છે. આ દિવસે, લોકો તેમના બગીચામાં ઝાડ પર ફાનસ અને કાગળના તુકલ જેવી વસ્તુને આકાશમાં છોડે છે. તેઓ નૃત્ય અને સંગીત સાથે તહેવારની ઉજવણી કરે છે.
શ્રીલંકાઃ એશિયાઈ દેશ શ્રીલંકામાં પણ દિવાળી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રીલંકામાં ઘરોમાં માટીના દીવા પ્રગટાવવામાં આવે છે. લોકો એકબીજાને મળે છે અને ખુશીઓ વહેંચે છે. અહીં દિવાળીની ઉજવણી અલગ અંદાજમાં કરવામાં આવે છે.
થાઈલેન્ડઃ થાઈલેન્ડની દિવાળી જોવા જેવી હોય છે. અહીં આ તહેવાર ક્રિઓંધ નામથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો કેળાના પાનમાંથી દીવા બનાવે છે અને તેને રાત્રે નદીમાં તરતા મૂકે છે. આ સમયનું દ્રશ્ય જોવા જેવું છે.
મલેશિયાઃ મલેશિયાના લોકો હરિ દિવાળીના નામે રોશનીનો તહેવાર ઉજવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. તેમજ ઘણી જગ્યાએ મેળા ભરાય છે, જ્યાં ઘણી ખરીદી થાય છે.
નેપાળઃ નેપાળ પણ દિવાળીની ઉજવણીમાં પાછળ નથી. અહીં દિવાળી તિહાર નામથી ઉજવવામાં આવે છે. 5 દિવસ સુધી ચાલનારા આ તહેવારના દરેક દિવસનું એક અલગ મહત્વ છે. પહેલા દિવસે ગાય અને બીજા દિવસે શ્વાનની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે મીઠાઈ તૈયાર કરીને પૂજા કરવામાં આવે છે. ચોથા દિવસે યમરાજની પૂજા કરવામાં આવે છે અને પાંચમા દિવસે ભૈયા દૂજ ઉજવવામાં આવે છે. ભારતની જેમ અહીં પણ દિવાળી ઉજવવામાં આવે છે.