- જમ્મુ-કાશ્મીરમાં પોલીસ જવાનની હત્યા કરનાર આપોરી ઠાર
- 24 કલાકમાં 5 આતંકીનો ખાતમો
શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે ત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે રવિવારે અચાનક એન્કાઉન્ટરમાં પોતાના જવાન હસન ડાર અને સૈફુલ્લા કાદરીની હત્યા કરનારાને ઠાર કર્યો છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી આદિલ પારને પોલીસની ટીમે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ સાથે ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા પાંચ પર પહોંચી ગઈ છે.
કાશ્મીર પોલીસના જણાવ્યા પ્રમાણે વિજય કુમારે ટ્વિટર કરીને લખ્યું, છે કે “ગાંદરબલના લશ્કરના આતંકવાદી આદિલ પારે, જે સંગમમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના બે જવાનો જીએચ હસન ડાર અને અંચર સૌરામાં સૈફુલ્લા કાદરીની હત્યામાં સામેલ હતો. પોલીસની નાની ટીમ સાથે કરેલા એન્કાઉન્ટરમાં તેને ઠાર કર્યો છે.
આ એન્કાઉન્ટર શ્રીનગરના ક્રિસબલ પાલપોરા સંગમ વિસ્તારમાં થયું હતું. પારીના મૃત્યુ સાથે, છેલ્લા 24 કલાકમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા પાંચ થઈ ગઈ છે. એક આતંકવાદી કુલગામમાં માર્યો ગયો, જ્યારે બીજો શનિવારે પુલવામામાં માર્યો ગયો. રવિવારે સવારે પુલવામા એન્કાઉન્ટરમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેનાથી ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ત્રણ થઈ ગઈ છે.