અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ અને જુદા-જુદા રાજ્યની હાઇકોર્ટ દ્વારા રોજબરોજ અપાતા મહત્વના ચુકાદાની અસર સમાજના દરેક વ્યક્તિને થતી હોય છે. આ વાત તે વ્યક્તિ સુધી પહોંચાડવા વકીલોએ પણ અપડેટ રહેવું પડતું હોય છે. ત્યારે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા વડી અદાલતોના મહત્વના ચુકાદાની જાણકારી માટે એપ લોન્ચ કરવામાં આવશે. તેમ બાર કાઉન્સિલના સભ્ય અને ભાજપ લીગલ સેલના સભ્ય જે.જે.પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના નાગરિકોને ન્યાયતંત્ર પર શ્રદ્ધા છે. દેશની મજબૂતી ન્યાયતંત્રની મજબૂતીને આધારે જ નક્કી થાય છે. દેશમાં સુપ્રીમ કોર્ટ અને જુદા-જુદા રાજ્યની હાઇકોર્ટ દરરોજ મહત્વના ચુકાદા આપે છે. જેની અસર સમાજના દરેક વ્યક્તિને થતી હોય છે. આ વાત તે વ્યક્તિ સુધી પહોંચાડવા વકીલોએ પણ અપડેટ રહેવું પડે છે. સુપ્રીમ કોર્ટ અને વડી અદલાતોના મહત્વના ચુકાદાની જાણકારી વકીલોને હોવી જ જોઈએ તો જ તે નાગરિકોને ઝડપી સસ્તો ન્યાય અપાવી શકશે. વકીલોને અપગ્રેડ કરવા બાર કાઉન્સિલોએ અલગ ભંડોળ રાખવું પડશે. તેમજ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ વકીલોના અભ્યાસવર્ગ યોજાવવા જોઈએ. સિનિયર વકીલોના જ્ઞાનનો લાભ જુનિયર વકીલોને મળવો જોઈએ. આ માટે ટૂંક સમયમાં ગુજરાત બાર કાઉન્સીલ એક મોબાઈલ એપ લોન્ચ કરી રહી છે. જેથી વકીલોને ગુજરાત હાઇકોર્ટના મહત્વના ચુકાદા વિશે જાણકારી મળી શકશે. આ પ્રકારની વ્યવસ્થા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા અને દરેક રાજ્યની બાર કાઉન્સિલમાં થવી જોઈએ. આ માટે ટૂંક સમયમાં ગુજરાત બાર કાઉન્સીલ એક મોબાઈલ એપ લોન્ચ કરશે. જેથી વકીલોને ગુજરાત હાઇકોર્ટના મહત્વના ચુકાદા વિશે જાણકારી મળી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વકીલોને ચૂકવાતી મૃત્યુ સહાયની રકમમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ વકીલોને માંદગી સહાયની રકમમાં પણ વધારો કરવા જણાવાયું હતું. અગાઉ વકીલોએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરાઈ હતી.