Site icon Revoi.in

રાજ્યમાં વિદ્યા સહાયકોની મહેકમ પ્રમાણે ભરતી ન થતાં બનાસકાંઠા કલેકટરને આવેદન

Social Share

પાલનપુરઃ રાજ્યમાં ટેટ પરીક્ષા ઉતિર્ણ કરીને વિદ્યાસહાયકોની ભરતી માટે ઉમેદવારો કાગની જેમ રાહ જોઈ રહ્યા છે. પરંતુ જેટલી જગ્યાઓ ખાલી છે. એટલી જગ્યાઓ ભરવામાં આવતી નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ટેટ પાસ બેરોજગાર ઉમેદવારોએ વિદ્યા સહાયકની મહેકમ પ્રમાણે ભરતી થાય તેવી માગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. મોટી સંખ્યામાં ઉમેદવારો પાલનપુર ખાતે આવેલી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આરટીઇના નિયમ મુજબ વિદ્યાસહાયકોની ભરતી કરવા રજૂઆત કરી હતી.

બનાસકાંઠામાં ટેટ પરીક્ષા ઉતિર્ણ કરેલા બેરોજગાર ઉમેદવારોની સંખ્યા વધુ છે. ઉમેદવારોએ જણાવ્યું હતું કે, જિલ્લાના ટેટ પાસ બેરોજગાર ઉમેદવારોએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને વિદ્યાસહાયકની મહેકમ પ્રમાણેની ભરતી કરવા માટે આવેદન આપ્યું હતું. ગુજરાત રાજ્યમા 19 હજાર જેટલા શિક્ષકોની ઘટ હોવાનું શિક્ષણ મંત્રી જીતુભાઇ વધાણીએ સ્વીકાર્યું છે. ગુજરાત રાજ્યના RTE ધારાના નિયમ મુજબ ખાલી જગ્યાઓ પર ભરતી કરાવી એ ગુજરાત સરકારનો નિયમ છે. છેલ્લા પાંચ વર્ષથી ટેટ પાસ કર્યા પછી હજુ સુધી સરકાર દ્વારા કોઈપણ મહેકમ પ્રમાણે ભરતી આપવામાં આવી નથી

જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં એવી રજુઆત કરવામાં આવી છે, કે, રાજ્યમાં વિદ્યા સહાયકોની 19 હજાર જગ્યો ખાલી છે,  90 ટકા મહેકમ પ્રમાણે 12500 જેટલી ખાલી જગ્યાઓ નિયમ પ્રમાણે થાય છે તેમ છતાં વિદ્યાસહાયકોને તેમનો બંધારણીય અધિકારી કયાંક ને ક્યાંક છીનવાતો હોવાનું લાગી રહ્યું છે ચાલુ વર્ષ દરમિયાન મહેકમ મંજુર થયું છે, પણ ખાલી જગ્યાઓ પ્રમાણે ભરતી કરવામાં આવતી નથી. થોડાક સમય પહેલા શિક્ષણ મંત્રી જીતુભાઇ વધાણીએ 2600 વિદ્યાસહાયકોની ભરતી કરીશુ તેવી સ્ટેટમેન્ટ આપેલું છે પણ આ બાબતે શિક્ષણ મંત્રીને અમે કહેવા માંગીએ છીએ RTE ના નિયમ મુજબ 60 ટકા ભરતી કરવી એ સરકારનો નિયમ છે જે મહેકમ તમે મંજુર કર્યું છે જેના પર વિદ્યાસહાયકોનો બધારણી અધિકાર છે જો અમારી માંગણી નહિ સંતોષાય તો અમારું જે વિદ્યા સહાયક આંદોલન છે યથાવત રહેશે.