Site icon Revoi.in

કોરોનાની ત્રીજી લહેરને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની પીએમ મોદી અને ચૂંટણી પંચને અપીલ

Social Share

વારાણસી: કોરોનાવાયરસની ત્રીજી લહેર અત્યંત ભયાનક રીતે જોવા મળી શકે છે. કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ જે અત્યારે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે તે ભારતમાં પણ તબાહી મચાવી શકે છે. આ વાતને ધ્યાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા પીએમ મોદી તથા ચૂંટણીપંચને અપીલ કરવામાં આવી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેરથી જનતાને બચાવવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા ભીડ એકઠી કરીને થતી ચૂંટણી રેલીઓ પર રોક લગાવો.

વડાપ્રધાનને અપીલ કરતા કોર્ટના જજે કહ્યું કે, તેઓ પાર્ટીઓની ચૂંટણી સભાઓ અને રેલીઓને રોકવા માટે કડક પગલા ભરે. વડાપ્રધાન ચૂંટણી ટાળવા પર પણ વિચાર કરે, કારણ કે જાન હે તો જહાન હે. આ ઉપરાંત અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા રાજકીય પક્ષોને તે પણ કહેવામાં આવ્યું કે તેઓ ચૂંટણી પ્રચાર ટીવી અને સમાચાર પત્રોના માધ્યમથી કરે.

જો કે બંગાળ ચૂંટણી દરમિયાન કોરોનાના વધતા કેસને જોતા રાહુલ ગાંધીએ પોતાની રેલીઓ રદ્દ કરી દીધી હતી. તેમણે બીજા નેતાઓને પોતાની રેલીઓ અને જનસભાને રદ્દ કરવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બીજા નેતા પણ આ રેલીઓના પરિણામ અંગે વિચારે.

ઉત્તરપ્રદેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા વધવા લાગી છે. ઉચ્ચ મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે ગુરૂવારે જણાવ્યું કે, પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1.91 લાખથી વધુ ટેસ્ટ કરાયા છે. તેમાંથી 31 નવા કેસ સામે આવ્યા છે અને 12 લોકો સાજા થયા છે.