Site icon Revoi.in

world emoji day 2020 : એપલે લોન્ચ કર્યા આ ખાસ ઇમોજી

Social Share

અમદાવાદ: વિશ્વભરમાં આજે વર્લ્ડ ઇમોજી ડે 2020 ની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ પ્રસંગે દિગ્ગજ ટેક કંપની એપલે નવા ઇમોજી રજૂ કર્યા છે. આ ઇમોજી યુઝર્સના ચેટિંગના અનુભવને ખાસ અંદાજ આપશે. કંપનીએ નવા ઇમોજી પ્રીવ્યું સેકશનમાં રજૂ કર્યા છે. આ ઇમોજી આઇફોન, આઈપેડ, એમએસી અને એપલ વોચ માટે મફત સોફ્ટવેર અપડેટ્સ સાથે ઉપલબ્ધ હશે. નવા ઇમોજી ડિઝાઇનમાં bubble tea, pinched fingers, boomerang વગેરે જેવા ઘણા ઇમોજી શામેલ છે.

એપલે આજે વર્લ્ડ ઇમોજી ડે 2020 ના અવસરે તેના યુઝર્સ માટે ખૂબ જ ખાસ ઇમોજી પ્રીવ્યું લોન્ચ કર્યું છે. આમાં ખૂબ જ વિશિષ્ટ અને જુદી જુદી ડિઝાઇનની ઇમોજી શામેલ છે. નવા ઇમોજીમાં bubble tea, pinched fingers, boomerang, transgender symbol, dodo, beaver, piñata, nesting dolls, coin, anatomical heart, lungs, ninja અને tamale શામેલ છે.

કંપનીના આ ઇમોજીની મદદથી યુઝર્સ ચેટિંગની અત્યંત સરળ રીતમાં પોતાને એક્સપ્રેસ કરી શકશે. આ સિવાય ios 14 ઓએસમાં પણ યુઝર્સ નવી રીતે Memoji બનાવી શકે છે. આ Memoji પોતાને વ્યક્ત કરવાની ખૂબ જ ખાસ રીત છે. તેમાં 11 નવી હેરસ્ટાઇલ શામેલ છે. જેમાં bun, top knot, simple side part, waves આપવામાં આવ્યા છે અને જો તમે આ Memoji ને મેસેજ દ્વારા મોકલો તો તે તેમને પસંદ આવશે.

(Devanshi)