Site icon Revoi.in

લેન્ડગ્રેબીંગ કાયદાને રદ કરવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકારે જમીન પચાવી પાડવાના બનાવો અટકાવવા અને ભૂમાફિયાઓ સામે કાનૂની ગળિયો કસવા માટે લેન્ડ ગ્રેબીંગ કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. તેમજ આ કાયદા હેઠળ કેટલાક ભૂમાફિયાઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન આ કાયદાને પડકારતી અરજી હાઈકોર્ટમાં થઈ છે. તેમજ કાયદાને રદ કરવાની દાદ અરજીમાં માંગવામાં આવી છે.

કેસની કહીકત અનુસાર સાબરકાંઠામાં પોલીસે લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ પંકજ પટેલ તથા કમલેશ દવેને પકડ્યાં હતા. તેમણે હાઈકોર્ટમાં અરજી કરીને કાયદાને રદ કરવાની માંગણી કરી છે. તેમજ આ પ્રકારનાં કાયદા ઘડવા વિધાનસભાને પણ વૈધાનિક અધિકાર ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

અરજદારોએ રજૂઆત કરી હતી કે,  લેન્ડ ગ્રેબીંગ કાયદામાં સંબંધીત કોર્ટના ચુકાદાને રદ કરવા ખાસ કોર્ટની જોગવાઈ છે. ઉપરાંત કાયદો લાગુ થયા પૂર્વેનાં કિસ્સામાં પણ તે અસરકર્તા છે. પરંતુ તેનાંથી વર્તમાન વેંચાણ દસ્તાવેજ-કરારને અસર થાય છે. આ કાયદાથી હાઈકોર્ટનાં અધિકાર પર પણ તરાપ લાગે છે. બે ખાસ અદાલતો વચ્ચે કાર્યક્ષેત્રનો મુદ્દો ઉભો થાય તો મામલાની પતાવટ રાજય સરકારનાં હાથમાં છે. વાસ્તવમાં આ મુદ્દો અદાલતનો છે. આ ન્યાયીક અધિકારો રાજય સરકારને મળી ન શકે. બંધારણમાં મૂળભૂત સિદ્ધાંતોમાં અધિકાર વહેંચણીની કોઈ જોગવાઈ નથી. લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરીયાદોની તપાસ કરવા માટે કમીટીની જોગવાઈને પણ પડકારવામાં આવી છે