ગુજરાત સ્થાપના દિવસે ‘વિશ્વ ગુજરાતી સમાજ’ની એપ્લિકેશન લોન્ચ કરાશે
અમદાવાદઃ વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશન ગુજરાતના સ્થાપના દિવસે લોન્ચ થશે. વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે પટેલ ઓનલાઈન ઝૂમ મીટીંગના (ટૂંક સમયમાં આઈ.ડી, પાસવર્ડ અને સમયની જાહેરાત થશે) આયોજન થકી એપ્લિકેશન લોન્ચ કરશે.આ ઝૂમ મીટીંગમાં કોઈ પણ ગુજરાતીઓ જોડાઈ શકશે.
વિશ્વ ગુજરાતી સમાજ – યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ કન્વીનર આકાશભાઈ પટેલના અવનવા વિચારોના સમાવેશ થકી લોન્ચ થનાર આ એપ્લિકેશનમાં વિશ્વભરમાંથી કોઈ પણ ગુજરાતી ફોર્મ ભરીને ગુજરાતીઓના આ વિશાળ નેટવર્કનો ભાગ બની શકશે. સંગઠનના હોદ્દેદાર તરીકે ફોર્મ ભરવા ફીસ સાથે સંગઠનાત્મક જરૂરી નિયમો લાગુ પડશે જ્યારે કાર્યકર્યા અર્થાત ગુજરાતી રાષ્ટ્ર ચિંતક તરીકે ફોર્મ ભરવા કોઈ ફીસ કે નિયમો લાગુ પડશે નહી.