- ત્વચા માટે બદામતેલ બેસ્ટ ઓપ્શન
- અનેક સમસ્યામાંથી આપે છે છૂટકારો
આપણે અનેક વખત વાંચ્યુ કે સાંભળ્યું હશે કે બદામનું તેલ ત્વચા માટે ખૂબ જ ફાયદા કારક છે .ત્યારે આજે બદામનું તેલ ત્વચા માટે કઈ રીતે કેટલો ફઆયદો કરે છે તે જાણીશું ,આ તેલ તમારી ત્વચાની તમામ સમસ્યાઓનો એક વખતનો ઉકેલ બની શકે છે. પોષક તત્વોથી ભરપૂર બદામનું તેલ ચહેરાને લગતી તમામ સમસ્યાઓને દૂર કરીને ગ્લો જાળવી રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. બદામના તેલનો ઉપયોગ તમારી ત્વચા પરના જૂના ડાઘને ઘટાડી શકે છે. ત્વચાના છિદ્રો ખુલી જાય છે, જેના કારણે ઓક્સિજન કોષો સુધી સારી રીતે પહોંચી શકે છે,
આ રીતે લગાવો સ્કિન પર આલ્મન્ડ ઓઈલ
તમે દરરોજ રાત્રે સૂતા પહેલા ત્વચાને બરાબર છંડા પાણી વડે ઘોઈલો .ત્યાર બાદ સ્કિન પર બદામનું તેલ લગાવી શકો છો.સૌ પ્રથમ હાથ અને ચહેરાને ધોઈને સૂકવી લો.પછી હથેળીઓ પર બદામના તેલના થોડા ટીપાં ઘસો.તેલ ગરમ થઈ જાય એટલે થોડીવાર હળવા હાથે ચહેરા પર મસાજ કરો.
1.સ્કિન પરના ડાઘ દૂર થશે
બદામના તેલનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાના વર્ષો જૂના ડાઘ ઘટાડી શકાય છે. રાત્રે સૂતા પહેલા કોટનમાં બદામના તેલના થોડા ટીપા નાખીને ચહેરો સાફ કરીને પછી સુઈ જાવો.
2.પિમ્પલ્સ અને ખીલ દૂર થાય છે
જે લોકો ચહેરા પર ખીલ અને પિમ્પલ્સની સમસ્યાથી પરેશાન છે, તેઓએ ત્વચા સંભાળની દિનચર્યામાં બદામના તેલનો સમાવેશ કરવો જોઈએ. તેમાં હાજર એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ તત્વો પિમ્પલ્સ અને ખીલને દૂર કરવામાં મદદ કરે છે.
3.ડાર્ક સર્કલથી છુટકારો મેળવો
ઘણી વખત ઊંઘ ન આવવાને કારણે અથવા વધુ પડતા તણાવને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ આવવા લાગે છે. આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા બદામના તેલમાં થોડું ગુલાબજળ અથવા મધ મેળવીને લગાવવાથી ડાર્ક સર્કલથી છુટકારો મળી શકે છે.
4.સ્કિન પરની કરચલીઓ દૂર થાય છે
ચહેરા પર કરચલીઓ એ વૃદ્ધત્વનું લક્ષણ છે. જે તમારા ચહેરાની ચમક ઘટાડવા લાગે છે. તેથી બદામના તેલમાં નારિયેળનું તેલ અને એલોવેરા જેલ લગાવવાથી કરચલીઓ દૂર થઈ શકે છે.
5 ત્વચા બને છે ચમકદાર
બદામના તેલમાં વિટામિન એ, વિટામિન ઇ, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને ઝિંક જેવા કેટલાક ખાસ પોષક તત્વો મળી આવે છે, જે ત્વચાને મદદ કરે છે. તેને નરમ અને ચમકદાર બનાવે છે. આ સાથે તે ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.