ખીલથી છુટકારો મેળવવા માટે લગાવો એલોવેરા, જાણો ઉપયોગ કરવાની રીત
- ખીલથી મેળવો છુટકારો
- લગાવો એલોવેરા જેલ
- કરો આ રીતે ઉપયોગ
સો કોઈ ચમકતી અને હેલ્ધી ત્વચા મેળવવા માટે બ્યુટી પ્રોડક્ટ્સનો જુદી-જુદી રીતે ઉપયોગ કરતા હોય છે. પોતાના સ્કિન ટાઇપ મુજબ વિવિધ સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આ તમામ પ્રોડક્ટ્સ કે જે આપણા સ્કિનને નુકશાન પણ પહોંચાડી શકે છે. પણ ઘણા ખરા એવા લોકો છે જે ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. ઘરેલું ઉત્પાદનો લાગુ કરવાથી ત્વચાને કોઈ નુકસાન પણ થતું નથી. આ માટે ઉનાળાની ઋતુમાં એલોવેરા જેલ લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.
એલોવેરામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ છે જે ત્વચાને ખીલ અને પિમ્પલ્સથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. જો તમને શુષ્ક ત્વચા અને ખીલની સમસ્યા હોય તો એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. તે ત્વચાને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખવામાં મદદ કરે છે.તો ચાલો જાણીએ કે એલોવેરા લગાવવાથી શું ફાયદો થાય છે અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
હેલ્ધી ગ્લોઇંગ ત્વચા મેળવવા માટે આ ઘરેલું ઉપાય અપનાવો
નાળિયેર તેલ અને એલોવેરા ઓયલ
સ્વચ્છ અને મુલાયમ ત્વચા મેળવવા માટે તમે ઘરે ફેસ પેક બનાવી શકો છો. આ ઉપાય માટે એલોવેરા જેલમાં નાળિયેરનાં થોડા ટીપાં મિક્સ કરો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો. તેને લગાવવાથી ત્વચા કોમળ અને ચમકતી દેખાશે.
એલોવેરા અને ગુલાબજળ
આ ઘરેલુ ઉપાય માટે એક ચમચી એલોવેરા પાણી અને એક ચમચી ગુલાબજળને બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ માટે લગાવો અને પછી તેને પાણીથી ધોઈ લો.
એલોવેરા જેલ, મધ અને હળદર
ઉનાળામાં મધ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે એક ચપટી હળદર, એક ચમચી એલોવેરા જેલ અને એક ચમચી મધ સાથે થોડા ટીપાં ગુલાબજળ મિક્સ કરો. આ બધી વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને લગભગ 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને ત્યારબાદ તેને હળવા ગરમ પાણીથી ધોઈ લો.
એલોવેરા જેલ અને દહીં
દહીંમાં નેચરલ મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો છે જે ત્વચાને કુદરતી રીતે ગ્લોઇંગ બનાવે છે. આ માટે તમારે 2 ચમચી એલોવેરા જેલ, એક ચમચી દહીં, એક ચમચી મધ અને થોડા ટીપાં લીંબુને બરાબર મિક્સ કરવાનું રહેશે. જો તમારી ત્વચા તેલયુક્ત અથવા શુષ્ક છે, તો આ ફેસ પેકમાં મધની જગ્યાએ લીંબુનો ઉપયોગ કરો. આ ફેસ પેકને ચહેરા પર લગભગ 15 મિનિટ માટે લગાવો અને પછી તેને પાણીથી ધોઈ લો.