Site icon Revoi.in

ગરમીમાં ત્વચાની સમસ્યા દૂર કરવા માટે લગાવો કેરીનો ફેસ પેક, જાણો બનાવવાની રીત

Social Share

કેરી એક એવું ફળ છે જે દરેકને પસંદ હોય છે. ઘણા લોકો ઉનાળાની રાહ જોતા હોય છે કેરી ખાવા માટે. એટલા માટે જ તો કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. બજારમાં વિવિધ પ્રકારની કેરી મળે છે. આ ફળ સ્વાદિષ્ટ હોવાની સાથો સાથ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી ત્વચા માટે પણ કેરી ખૂબ ફાયદાકારક છે. કેરીનો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે થઈ શકે છે.

કેરીમાં બીટા-કેરાટિન, એન્ટીઓકિસડેંટ, વિટામિન અને મિનરલ્સની  ભરપૂર માત્રા હોય છે. તો ચાલો જાણીએ કેરીનો ઉપયોગ સ્કિનની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કઈ રીતે કરી શકાય છે.

હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન માટે

કેરીમાં બીટા કેરાટિન અને વિટામિન એ હોય છે જે તમારી ત્વચાને હેલ્ધી અને ગ્લોઈંગ રાખવામાં મદદ કરે છે. આ માટે તમારે એક ચમચી કેરીના પલ્પમાં બે ચમચી ઘઉં લોટ અને એક ચમચી મધ મિક્સ કરવાનું છે. ત્યારબાદ આ ત્રણેય વસ્તુઓ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ તમારી ત્વચાને ગ્લોઈંગ કરશે.

ખીલને દૂર કરે છે

ઉનાળામાં ત્વચા વધુ ઓયલી થઇ જાય છે. ઓયલી ત્વચાને કારણે ચહેરા પર પિમ્પલ્સ આવે છે. તેનાથી છુટકારો મેળવવા માટે કેરી યોગ્ય છે. તે સામાન્ય ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરવામાં મદદ કરે છે. મધ,દહીં અને કેરીને મિક્સ કરીને ફેસ પેક બનાવો. આ પેસ્ટ લગાવ્યાના લગભગ 20 મિનિટ બાદ પાણીથી ધોઈ લો.

સન ટેનને દૂર કરે છે

ઉનાળામાં મોટાભાગના લોકો ટેનિંગની સમસ્યાથી પરેશાન હોય છે. ટેનિંગ દૂર કરવા માટે એક ચમચી કેરીનો પલ્પ,એક ચમચી ચણાનો લોટ અને બે ચમચી મધ લો. આ બધી ચીજોને બરાબર મિક્ષ કરી પેસ્ટ બનાવો. આ પછી આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી આ પેસ્ટ ધોઈ લો. તમારે આ ઉપાય અઠવાડિયામાં 2 થી 3 વખત કરવો જોઈએ. જેથી તમે એક અઠવાડિયાની અંદર જ તેની અસર જોઈ શકશો.