- સ્કિન માટે લીલા ધાણાનો ફેસપેક બેસ્ટ ઓપ્શન
- સ્કિનને ઠંડક આપવાની સાથે પીમ્પલ્સ મટાડે છે
સામાન્ય રીતે ગરમીની સિઝનમાં ત્વચાનું ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે ત્યારે લીલા શાકભાજી ત્વચા માટે બેસ્ટ ગણાય છે, જેમાં એક છે લીલા ધાણા જેનો ફેસપેક લગાવાથી સ્કિન કોમળ બનવાની સાથે સાથે ગરમીમાં સ્કિનને ઠંડક પણ પહોંચાડે છે.
લીલા ધાણાનો ઉપયોગ કરવાથી લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને આપણી ત્વચા ચમકદાર બને છે. ધાણામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન સી મળી આવે છે, જે ત્વચાને નુકસાન પહોંચાડતા ફ્રી રેડિકલને ખતમ કરે છે. તે કુદરતી એન્ટિસેપ્ટિક, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટી ફંગલ પણ છે.
લીલા ધાણા ત્વચાને ડિટોક્સ કરવાનું કામ કરે છે અને ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. ત્વચા અને હોઠ માટે કોથમીરના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીએ
લીલા ધાણાના પાનને તોડી લો, ત્યાર બાદ તેને મિક્સરની જારમાં પીસી લો ધ્યાન રાખવું મિક્સરની જારને બરાબર સાફ કરવી
હવે 2 ચમચી ધાણાની પેસ્ટમાં 2 ચમચી મધ ઉમેરીને મિક્સ કરી તેને ચહેરા પર લગાવીને 20 મિનિટ સુધી સુકાવો દો, ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે ઘોઈલો.
ઘાણાની પેસ્ટમાં હરદળ લગાવીને પેસ્ટ બવાની ચહેરા પર લગાવાથી ગ્લો આવે છે સાથે ત્વચામાં ઠંડક પણ મળે છે.
આ સાથે જ લીલા ધાણાની પેસ્ટમાં એસોવેરાનું જેલ મિક્સ કરીને ચહેરા પર મસાજ કરવાથી ચહગેરાને ઠંડક મળે છે આ સાથે જ સ્કિન પર ખીલ થવાની સમસ્યા ઓછી થાય છે.