1. Home
  2. ગુજરાતી
  3. વ્હાઇટ હેડ્સથી છૂટકારો મેળવવા માટે લગાવો મધનું માસ્ક, મેળવો ચમકતી ત્વચા

વ્હાઇટ હેડ્સથી છૂટકારો મેળવવા માટે લગાવો મધનું માસ્ક, મેળવો ચમકતી ત્વચા

0
Social Share
  • વ્હાઇટ હેડ્સથી મેળવો છૂટકારો
  • લગાવો મધનું માસ્ક
  • મેળવો ચમકતી ત્વચા  

કોઇપણ પ્રકારના ડાઘ ચહેરાની સુંદરતા બગાડવાનું કામ કરે છે. ઘણા લોકોને બ્લેક હેડસ અને વ્હાઇટ હેડ્સની સમસ્યા હોય છે. વ્હાઇટ હેડસ સફેદ રંગના નિશાન હોય છે જે ઓયલી સ્કિન પર થાય છે. આ ખીલનો એક પ્રકાર છે જે ત્વચાના છિદ્રોમાં ગંદકીના સંચયને કારણે થાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા તમે ઘરેલું ઉપાય અપનાવી શકો છો. જી હા, મધ એક અસરકારક ઉપાય છે જેનો ઉપયોગ વ્હાઇટ હેડ્સથી છૂટકારો મેળવવા માટે થઈ શકે છે.

મધમાં એન્ટી માઇક્રોબિયલ, એન્ટી ઓક્સિડેંટ ગુણ હોય છે જે વ્હાઇટ હેડ્સની સમસ્યા મટાડવામાં મદદ કરે છે. આજે અમે તમને મધના માસ્ક બનાવવાના ઘરેલું ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જેના ઉપયોગથી તમે વ્હાઇટ હેડ્સથી છૂટકારો મેળવી શકો છો.

મધ, લીંબુ અને ખાંડ

ખાંડ આપણી ત્વચામાં સ્ક્રબની જેમ કામ કરે છે. તે ત્વચા પર નેચરલ ક્લીંઝર તરીકે કામ કરે છે. લીંબુમાં એન્ટી-માઇક્રોબિયલ ગુણ હોય છે જે વ્હાઇટ હેડ્સની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.

બનાવવાની રીત

એક બાઉલમાં એક ચમચી ખાંડ અને એક ચમચી મધ મિક્સ કરો. તેના ઉપર લીંબુનો રસ મિક્સ કરી પ્રભાવિત સ્થળો પર લગાવો. તેને લગભગ 10 મિનિટ માટે છોડી દો. તે પછી ચહેરો પાણીથી ધોઈ લો.

હળદર 

હળદર ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે એક રામબાણ છે. તે ત્વચાની ડેડ સ્કિનને દૂર કરે છે અને ખીલના બેક્ટેરિયાને રોકવામાં મદદ કરે છે.

બનાવવાની રીત  

એક ચમચી હળદરના પાવડર સાથે અડધી ચમચી મધ મિક્સ કરો. આ બે વસ્તુને મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને તેને 10 થી 15 મિનિટ માટે રહેવા દો અને પછી તેને હળવા પાણીથી ધોઈ લો

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code