Site icon Revoi.in

શુષ્ક ત્વચામાંથી છુટકારો મેળવવા માટે લગાવો કીવી, ફાયદા જાણીને થઇ જશો હેરાન

Social Share

કીવી લગભગ દરેક ઋતુમાં મળે છે.કીવીનો ઉપયોગ ડેઝર્ટ અને સલાડમાં થાય છે,કારણ કે તેનો ખાટો-મીઠો સ્વાદ પસંદ આવે છે. કીવી આરોગ્ય માટે ફાયદાકારક છે.તેનાથી આપણને એનર્જી મળે છે.પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તેનો ઉપયોગ કરવો ત્વચા માટે કેટલો ફાયદેમંદ છે. કીવીમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે, જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.

ઉનાળામાં કીવીનો ઉપયોગ ત્વચાને ઠંડક અને રાહત આપે છે. જો તમે વૃદ્ધત્વના ચિહ્નો અને પિમ્પલ્સને ઘટાડવા માંગતા હો, તો પછી તમે કીવીનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ કે,કીવીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

આ રીતે ઘરે કીવીનો કરો ઉપયોગ

કીવી ફેસ માસ્ક

જો તમે હેલ્ધી અને ગ્લોઇંગ ત્વચા ઈચ્છો છો, તો પછી તમે કીવી ફેસ માસ્ક લગાવી શકો છો. આ માટે તમારે કીવીની છાલ કાઢી અને પીસવું પડશે અને ત્યારબાદ આ મિશ્રણને ચહેરા અને ગળા પર લગાવો. લગભગ 15 થી 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

કીવી અને બદામનો ફેસ પેક

આ પેસ્ટને બનાવવા માટે થોડી બદામને રાત્રે પલાળીને રાખી દો. અને સવારે થોડા લોટમાં બદામ અને કીવીની પેસ્ટ નાખો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. સૂકાયા પછી તેને પાણીથી સારી રીતે ધોઈ લો. આ ઉપાયને અઠવાડિયામાં બે વાર લગાવો. થોડા દિવસોમાં ચહેરો સુંદર જોવા મળશે.

દહીં અને કીવી

આ ઉપાય માટે તમારે કીવીની પેસ્ટમાં થોડું દહીં ઉમેરવું પડશે. આ બંને વસ્તુને એક સાથે મિક્સ કરી પેસ્ટ બનાવો. અને ચહેરા પર લગાવો. લગભગ 15 થી 20 મિનિટ પછી આ પેસ્ટને ધોઈ લો. આ ફેસ પેક લગાવ્યા પછી તમારો ચહેરો ગ્લોઇંગ થવા લાગશે.