Site icon Revoi.in

ગ્લોઈંગ સ્કિન માટે ચહેરા પર લગાવો આ 2 ખાસ વસ્તુઓ,બધા તમારા વખાણ કરશે

Social Share

આજની દુનિયામાં ચહેરાની સુંદરતા કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી. આ માટે અનેક પ્રકારની ક્રિમ, મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે તમારે બહારથી મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. કારણ કે તમારી ત્વચાને સુધારવા માટે તમે નારંગીની છાલ ચહેરા પર લગાવી શકો છો. નારંગીમાં વિટામિન સી મળી આવે છે. આ વિટામિન ત્વચા માટે ફાયદાકારક છે. તમે નારંગીની છાલનો ઉપયોગ પેક તરીકે કરી શકો છો.

શું જોઈએ ?

ગુલાબ જળ – 2 ચમચી
નારંગીની છાલ – થોડા

શું કરવુ?

સૌપ્રથમ નારંગીની છાલને મિક્સરમાં પીસી લો
હવે તેમાં 2 ચમચી ગુલાબજળ ઉમેરો
હવે તેને સારી રીતે મિક્સ કરો.

ઉપયોગ કરવાની રીત

આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને થોડીવાર ઘસો.
ચહેરા પર ઘસવાથી ડેડ સ્કિન નીકળી જશે.
ઓછામાં ઓછા 3-5 મિનિટ સુધી ચહેરાને ઘસ્યા પછી, ત્વચાને સાફ કરો.
આ પેસ્ટને અઠવાડિયામાં ત્રણ વખત ચહેરા પર લગાવો અને ગ્લો જુઓ.

કેસરનો ઉપયોગ કરો

ગ્લોઈંગ સ્કિન માટે તમે ત્વચા પર કેસરનો પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ કેસર કેવી રીતે લગાવવું.

શું જોઈએ ?

કેસર
મધ – 1 ચમચી

શું કરવુ?

1 ચમચી મધમાં થોડું કેસર ઉમેરો.
કેસરને થોડી વાર મધમાં પલાળી દો.

ઉપયોગ કરવાની રીત

સૌપ્રથમ કેસરની પેસ્ટ ચહેરા અને ગરદન પર લગાવો.
ત્યારબાદ 10 મિનિટ પછી ચહેરો સાફ કરી લો.
ચહેરો સાફ કરવા માટે ફેસ વોશનો ઉપયોગ કરશો નહીં.
આ પેસ્ટને અઠવાડિયામાં 2-3 વખત ચહેરા પર લગાવો.