ગરમીમાં પર્ફ્યુમ લગાવવું સાબિત થઈ શકે જોખમી, વાંચો કેમ
દૂનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય, તેને પર્ફ્યુમની સુગંધ તો ગમતી હશે. પર્ફ્યુમના પણ કેટલાક પ્રકાર છે અને લોકો તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ પણ કરે છે. પણ પર્ફ્યુમને લઈને કેટલીક વાત એવી પણ છે જેને જાણવી જરૂરી છે.
પર્ફ્યુમનો ઉપયોગ ભારતમાં એવા લોકો વધારે કરતા હોય છે જે લોકોને બહાર કામથી વધારે ફરવાનું હોય છે. ગરમીમાં પરસેવાથી બચવા માટે લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પણે તેનાથી નુક્સાન થવાની પણ સંભાવના રહેલી છે. પર્ફ્યુમમાં રહેલા કેમિકલ્સ શરીરની ત્વચાને ભારે નુક્સાન કરી શકે છે.
ઘણા લોકોને ખૂબ વધારે પર્ફ્યુમ લગાવવાની ટેવ થાય છે. જેથી કરીને પરફ્યુમ લોંગ લાસ્ટિંગ રહે. પરંતુ તે શરીર માટે ખૂબ નુકસાનકારક છે. પરફ્યુમમાં સિન્થેટિકનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્કિનને નુકસાન પહોંચાડે છે. વધુ પડતું પર્ફ્યુમનો ઉપયોગ હોર્મોન્સનું સંમતુલન બગાડી શકે છે. આથી મહિલાઓએ હંમેશા સાચવીને પર્ફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ. હંમેશા પ્રાઈવેટ પાર્ટસની બદલે કપડામાં પફર્યુમ છાંટવું જોઇએ. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને પર્ફ્યુમ અને અત્તરથી દૂર જ રહેવું જોઈએ.
વધુ પડતું પરફ્યુમના ઉપયોગથી ઉનાળાના વિશેષ રીતે ગરમી દરમ્યાન પરફયુમ છાંટીને તડકામાં જવાથી સિવાએટ પાઈકીલોડર્મા નામની સ્કિનની સમસ્યા થઈ શકે છે. આથે ઉનાળામાં વધુ પરફ્યુમનો ઉપયોગ ટાળવો જોઇએ અને નેચરલ ફ્રેગરન્સનો ઉપયોગ વધારવો જોઇએ.