દિલ્હી – સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન સ્પેશિયલ ડાયરેક્ટરની નિમણુક કરવામાં આવી ચૂકી છે જે પ્રમાણે કર્મચારી મંત્રાલયના આદેશ અનુસાર વરિષ્ઠ IPS અધિકારી અજય ભટનાગરને વિશેષ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર અજય ભટનાગર કે જેઓ ઝારખંડ કેડરના 1989 બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી રહી ચૂક્યા છે જેઓ હાલમાં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં એડિશનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
આ સહીત 20 નવેમ્બર, 2024 ના રોજ તેમની નિવૃત્તિની તારીખ સુધી તેમને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર અનુરાગ હવે એજન્સીમાં એડિશનલ ડાયરેક્ટર બની રહશે. જેઓની નિમણૂક 24 જુલાઈ, 2023 સુધીના સમયગાળા માટે કરાઈ હતી એટલે કે તેમનો 7 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી કરવામાં આવી છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમની નિમણૂક 24 જુલાઇ 2023 સુધીના સમયગાળા માટે એટલે કે તેમનો સાત વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી કરવામાં આવી છે. ગુજરાત કેડરના 1994 બેચના IPS અધિકારી મનોજ શશીધરને પણ ત્રણ વર્ષના સમયગાળા માટે CBIમાં એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ તેઓ તપાસ એજન્સીમાં જોઈન્ટ ડાયરેક્ટર છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર શરદ અગ્રવાલની પ્રતિનિયુક્તિની અવધિ એક વર્ષ એટલે કે 1 જૂન, 2023થી 31 મે, 2024 સુધી વધારવાની મંજૂરી આપી છે.