અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે બે-ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે 13 જિલ્લાના પ્રમુખોની નિમણુંકો કરી છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ તેમજ ઓબીસી ડિપાર્ટમેન્ટમાં વર્કીંગ ચેરમેન તરીકે રમેશભાઈ કાનજીભાઈ દેસાઈ, એડવોકેટ (પાટણ), તથા મહેશભાઈ રાજપુત (રાજકોટ) અને રાજેશભાઈ આહીર(મોરબી)ની નિમણુંક કરવામાં આવી છે.
ગુજરાતમાં 13 જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની તેમજ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન અને વાઈસ ચેરમેનોની નિમણુંક મોવડી મંડળ દ્વારા દિલ્હીથી કરવામાં આવી છે. રાજ્યના 13 જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોમાં (1) મનોજભાઈ ગોરધનભાઈ કથીરીયા – જામનગર જિલ્લો, (2) મનોજભાઈ ભીખાભાઈ જોષી – જુનાગઢ શહેર, (3) નૌશાદભાઈ સોલંકી – સુરેન્દ્રનગર જિલ્લો, (4) કિશોરભાઈ ચીખલીયા – મોરબી જિલ્લો, (5) હિતેશભાઈ મનુભાઈ વ્યાસ – ભાવનગર શહેર, (6) હસમુખભાઈ રાજેશભાઈ ચૌધરી – મહેસાણા જિલ્લો, (7) અશોકભાઈ નાથાભાઈ પટેલ – સાબરકાંઠા જિલ્લો, (8) રાજેન્દ્રસિંહ રાણા – ભરૂચ જિલ્લો, (9) ધનસુખભાઈ ભગવતીપ્રસાદ રાજપુત – સુરત શહેર, [1] દિનેશભાઈ નાનુભાઈ સાવલિયા (વર્કીંગ પ્રેસીડેન્ટ) – સુરત શહેર, [2] વિપુલભાઈ બાબુભાઈ ઉધનાવાલા (વર્કીંગ પ્રેસીડેન્ટ) – સુરત શહેર,
(10) અતુલભાઈ રસીકભાઈ રાજાણી – રાજકોટ શહેર, (11) અમરસિંહ રામુભાઈ સોલંકી – અમદાવાદ જિલ્લો, (12) ગુલાબસિંહ ચૌહાણ – મહીસાગર જિલ્લો, (13) ગેમરભાઈ જીવણભાઈ રબારી – પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલની તથા ઓબીસી ડિપાર્ટમેન્ટમાં વર્કીંગ ચેરમેન તરીકે રમેશ કાનજીભાઈ દેસાઈ, એડવોકેટ (પાટણ), મહેશભાઈ રાજપુત (રાજકોટ) તથા રાજુભાઈ આહીર(મોરબી)ની નિમણુંક કરવામાં આવી છે.
કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા દિલ્હીથી કરવામાં આવેલી નિમણુંકોને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આવકારી હતી.