અમદાવાદઃ દુનિયાના દરેક દેશમાં ભારતીય વસવાટ કરી રહ્યાં છે. એટલું જ નહીં જે તે દેશના વિકાસમાં પોતાની ભાગીદારી કરી રહ્યાં છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી સંખ્યામાં ભારતીય વસવાટ કરે છે. આ દેશમાં ભારતીયો હોટલ-મોટેલ સહિતના વ્યવસાય સાથે જોડાયેલા છે. દરમિયાન અમેરિકામાં વર્ષોથી વસવાટ કરતા દક્ષિણ ગુજરાતના પરિવારની દીકરીની અમેરિકન નેવી ફોર્સમાં નિમણુંક થઈ છે. જેથી ગુજરાત જ નહીં ભારતનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાતના ચીખલીમાં રહેતા નિરવભાઈ પટેલની પુત્રી નૈત્રી પટેલની અઠવાડિયાની સખત તાલીમ બાદ યુએસ નેવીમાં પસંદગી થઈ છે. સમગ્ર દુનિયામાં મુશ્કેલ મનાતી આ તાલીમ અંગે નૈત્રી પટેલના નિર્ણયથી પરિવારજનો પણ પ્રથમ ચોંકી ઉઠ્યાં હતા. મૈત્રી પટેલને 10 સપ્તાહની સખ્ત તાલીમ બાદ યુએસ નેવીમાં સેઈલર પદે નિમણુંક મળી છે. જેથી યુએસમાં વસવાટ કરતા ગુજરાતી પરિવારો અને અહીં ગુજરાતમાં નૈત્રી પટેલના પરિવારમાં ખુશી ફેલાઈ છે. અમેરિકાના મિસીસીપી ખાતે રહેતી મૈત્રી પટેલે નાના-નાની સાથે રહે છે. જ્યારે તેના પરિવારના અન્ય સભ્યો ચીખલીના વાંઝણા ગામમાં રહે છે.
મૈત્રી પટેલના પિતા નિરવભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિકાગોમાં આવેલા નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટરમાં તમામ ઉમેદવારોને 10 સપ્તાહની તાલીમ આપવામાં આવે છે. દર સપ્તાહે ટ્રેનિંગ સેશન વધુને વધુ સખ્ત અને અદમ્ય સાહદ માંગી લે છે. મોટાભાગના ઉમેદવારો અધવચ્ચે જ તાલીમ પડતી મુકી દે છે. આંગળીના વેઢે ગણાતા લોકો જ આ તાલીમમાં સફળતા મેળવે છે.