Site icon Revoi.in

ટોરેન્ટ ગેસના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મનોજ જૈનની નિયુક્તિ

Social Share

સમગ્ર દેશમાં 34 જીલ્લાઓમાં ગેસનું વિતરણની અધિકૃતતતા ધરાવતી દેશની અગ્રણી CGD કંપની, ટોરેન્ટ ગેસ લિમિટેડના બોર્ડએ 1 જાન્યુઆરી 2024 થી તેમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રી મનોજ જૈનની નિમણૂકને મંજૂરી આપી છે.

આ પહેલા, શ્રી જૈન ફેબ્રુઆરી 2020 થી ઓગસ્ટ 2022 સુધી GAIL (ઈન્ડિયા) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. શ્રી જૈન GAIL ની અંદર બહુવિધ ક્ષેત્રોમાં ઉત્તમ ટ્રેક રેકોર્ડ ધરાવતા એક અનુભવી બિઝનેસ લીડર છે અને તેમણે વ્યાપકપણે ઓઈલ અને ગેસ ક્ષેત્રના નિષ્ણાત માનવામાં આવે છે.શ્રી જૈન બિઝનેસ ડેવલપમેન્ટ, ગેસ માર્કેટિંગ, પ્રોજેક્ટ્સ, પેટ્રોકેમિકલ્સ અને પાઇપલાઇન ઇન્ટિગ્રિટી મેનેજમેન્ટના ક્ષેત્રોમાં સમૃદ્ધ અને વૈવિધ્યસભર અનુભવ ધરાવે છે. ઓપરેશન મેનેજમેન્ટમાં MBA સાથે મિકેનિકલ એન્જિનિયર, શ્રી જૈન 1985 માં ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેઇની તરીકે GAIL માં જોડાયા અને આગળ વધીને તે તેના CMD બન્યા.

શ્રી જૈનની નિમણૂક વિશે બોલતા, ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સમીર મહેતાએ કહ્યું, “અમને અમારા ગેસ બિઝનેસ વર્ટિકલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રી મનોજ જૈનનું સ્વાગત કરતાં આનંદ થાય છે. શ્રી જૈન એક પ્રામાણિત લીડર છે અને ઓઈલ અને ગેસ ઉદ્યોગમાં ખૂબ જ સન્માનિત છે. ટૂંકા ગાળામાં, ટોરેન્ટ ગેસ ભારતની અગ્રણી CGD કંપનીઓમાંની એક બનીને ઉભરી આવી છે. અમને વિશ્વાસ છે કે તેમના બહોળા અનુભવથી શ્રી જૈન ટોરેન્ટ ગેસને વધુ ઊંચાઈઓ પર લઈ જશે.”

શ્રી મનોજ જૈને જણાવ્યું હતું કે “મને ટોરેન્ટ ગેસના વિકાસના આગલા તબક્કામાં નેતૃત્વ કરવાની તક મળતાં આનંદ થાય છે.ભારતને ગેસ આધારિત અર્થતંત્ર બનાવવાના માનનીય વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં CGD ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે. ટોરેન્ટ ગેસ તેના 34 અધિકૃત જિલ્લાઓમાં પહેલાથી જ નોંધપાત્ર પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરીને ઉચ્ચ વૃદ્ધિના યુગમાં છલાંગ મારવા માટે તૈયાર છે. હું ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં ટોરેન્ટ ગેસની પ્રચંડ હાજરીને મજબૂત કરવાની તકની રાહ જોઈ રહ્યો છું.”

(PHOTO-FILE)