Site icon Revoi.in

ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખ અને પ્રદેશ મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણુંક

Social Share

અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સંગઠનને વધારે મજબુત કરવા માટે કવાયત શરૂ કરી છે. તાજેતરમાં જ સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. દરમિયાન આજે સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ભાજપમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે ડો. ભરત બોઘરા અને મહેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે પ્રદેશ મંત્રી તરીકે જયશ્રીબેન દેસાઈ, મુખ્ય પ્રવક્તા તરીકે યમલ વ્યાસ, મીડિયા પ્રભારી તરીકે ડો. યજ્ઞેશ દવે, સહમીડિયા પ્રભારી તરીકે કિશોર મકવાણાની નિમણુંક કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના કન્વીનર તરીકે સિદ્ધાર્થ પટેલ અને સહ કન્વીનર તરીકે મનન દાણીને જવાબદારી સોંપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપના સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ 22 પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી. દરમિયાન આજે વધારે 9 હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ દ્વારા સી.આર.પાટીલ દ્વારા રાજ્યમાં સંગઠનને વધારે મજબુત બનાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે.