Site icon Revoi.in

ફી રેગ્યુલેટરી કમિટી, અમદાવાદ ઝોનના ચેરમેન તરીકે નિવૃત જજ ઉદયકુમાર ભટ્ટની નિમણૂંક

Social Share

અમદાવાદઃ શહેર અને જિલ્લાની સ્વનિર્ભર શાળાઓમાં ફી નક્કી કરવા માટે અમદાવાદ ઝોનના ફી રેગ્યુલેટરી કમિટીના ચેરમાનની જગ્યા છેલ્લા દોઢ વર્ષથી ખાલી હોવાથી સ્વનિર્ભર શાળાઓ પોતાની ફીના મુદ્દે મનમાની કરી રહ્યા હતા. વાલી મંડળ સહિત શાળા સંચાલકોએ પણ વહેલી તકે ફી રેગ્યુલેટરી કમિટીના ચેરમાનની ખાલી જગ્યા પુરવા માટે માગણી કરી હતી. આખરે ફી રેગ્યુલેટરી કમિટી અમદાવાદ ઝોનના ચેરમેન તરીકે નિવૃત જજ ઉદયકૂમાર ભટ્ટની નિમણૂંક કરી છે.

ગુજરાતમાં સ્વનિર્ભર સ્કૂલોમાં ફી નિયંત્રિત કરવા ફી રેગ્યુલેશન કમિટી (FRC)ની રચના કરવામાં આવી છે. FRCના અલગ અલગ ઝોન પ્રમાણે ચેરમેનની નિમણૂક કરવામાં આવે છે.  અમદાવાદ ઝોનમાં દોઢ વર્ષથી વધુ સમયથી ખાલી પડેલી જગ્યા પર નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. FRCના અમદાવાદ ઝોનના ચેરમેન તરીકે નિવૃત જજ ઉદયકુમાર ભટ્ટની નિમણૂક કરી છે. ફી રેગ્યુલેશન કમિટીના અમદાવાદ ઝોનના ચેરમેનની જગ્યા છેલ્લા દોઢ વર્ષથી ખાલી હતી. ખાલી પડેલી જગ્યા પર નિમણૂક ના થતાં અનેક વાલીઓને મુશ્કેલી થતી હતી. વાલી મંડળ દ્વારા શિક્ષણ વિભાગને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. કેટલીક સ્કૂલોએ FRCમાં મંજૂર કર્યા વિના ફીમાં મનમાની મુજબ વધારો લીધો હતો,પરંતુ FRCના ચેરમેન ના હોવાને કારણે આ મુદ્દે કોઈ નિવારણ આવતું નહોતું. ત્યારે હવે FRCના નવા ચેરમેન તરીકે ઉદયકુમાર ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા  મુજબ નિવૃત જજ ઉદયકુમાર ભટ્ટની FRCના ચેરમેન તરીકે નિમણૂક થતાં હવે અનેક પડતર પ્રશ્નોના નિવારણ આવશે.150 કરતા વધુ FRCની પેન્ડિંગ સુનવણીનો નવા ચેરમેન આવતા નિકાલ કરવામાં આવશે. નવા વર્ષની ફી વધારા માટે સ્કૂલોએ મંજૂરી માંગી છે તે સ્કૂલોને ફી વધારા માટે મંજૂરી મળશે, તો કેટલીક સ્કૂલોને મંજૂરી નહીં પણ મળે. દોઢ વર્ષ દરમિયાન જે મુશ્કેલીઓ થઈ હતી તે મુશ્કેલીઓનો બવે સામનો કરવો નહીં પડે.