- વાઈસ એડમિરલ આર હરી કુમાર નૌસેનાના નવા વડા બન્યા
- 30 નવેમ્બરના રોજ કાર્યભાર સંભાળશે
દિલ્હીઃ- દેશની નૌસેનાને હવે તેના નવા વડા મળી ચૂક્યા છે,સંરક્ષણ મંત્રાલયે મંગળવારે આપેલી માહિતી પ્રમાણે વાઈસ એડમિરલ આર હરિ કુમારને નવા નૌસેનાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હરિ કુમાર વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફના પદ પર કાર્ય.રત જોવા મળે છે અને 30 નવેમ્બરે તેઓ તેમનો નવો કાર્યભાર સંભાળશે.હાલમાં નેવીની કમાન એડમિરલ કરમબીર સિંહના હાથમાં છે.જે હવે આર હરી કુમાર ટૂંક સમયમાં સંભાળશે
ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ અધિકારીઓ શીલ વર્ધન સિંહ અને અતુલ કરવલને મંગળવારે અનુક્રમે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સિંહ બિહાર કેડરના 1986 બેચના આઈપીએસ અધિકારી છે અને હાલમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે કાર્.રત જોવા મળે છે. કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશપ્રમાણે , સિંહને સીઆઈએસએફના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ 31 ઓગસ્ટ, 2023 ના રોજ તેમની નિવૃત્તિ સુધી આ પદભાર સંભાળશે.
આ સાથે જ ગુજરાત કેડરના 1988 બેચના આઈપીએ અધિકારી કારવાલને એનડીઆરએફના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને આ માટે દળના વડાના પદને અસ્થાયી રૂપે બે વર્ષ માટે ડાયરેક્ટર જનરલસુધી લંબાવવામાં આવ્યો છે. કરવલ હાલમાં હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીના ડિરેક્ટર છે.