નવી દિલ્હીઃ 1992 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી વિનય કુમારને રશિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિનય કુમાર હાલમાં મ્યાનમારમાં ભારતના રાજદૂતનું પદ સંભાળે છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં નવો પદભાર સંભાળી લે તેવી અપેક્ષા છે.
રશિયામાં તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. મતદાનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જીત બાદ પીએમ મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં તેમને અભિનંદન પાઠવ્યા હતા. રશિયન ફેડરેશનના પ્રમુખ તરીકે પુનઃ ચૂંટાવા બદલ વ્લાદિમીર પુતિનને હાર્દિક અભિનંદન આપ્યા હતા. વધુમાં લખ્યું, આવનારા વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે આતુર છીએ.