અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યા બાદ મહિનાઓ વિત્યા થતાં વિવિધ કમિટીઓમાં પદાધિકારીઓની નિમણુંકો કરવામાં આવતી નહતી. કોરોનાને લીધે પદાધિકારીઓની નિમણુકનો પ્રશ્ન ઉકેલી શકાયો નહતો. આજે શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 12 જેટલી વિવિધ કમિટિઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણુંક કરવામાં આવી હતી. આજે કોર્પોરેશનની સામાન્ય સભા ઓનલાઇન મળી હતી જેમાં અલગ અલગ કમિટિઓના ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી. 12 જેટલી કમિટિમાં વિપક્ષના એક પણ સભ્યની નિમણુંક કરવામાં આવી નથી. ઉપરાંત વીએસ હોસ્પિટલ અને ચિનાઈ પ્રસૂતિ ગૃહ બોર્ડ મેનેજમેન્ટમાં પાંચ સભ્યોની, વેટરનીટી હોસ્પિટલ મેનેજિંગ કમિટિ અને બેચરદાસ દવાખાનાની કમિટિમાં બે બે પ્રતિનિધિઓની નિમણુંક કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની આજે સામાન્ય સભા ઓનલીન મળી હતી. જેમાં 12 જેટલી કમિટીઓના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી.આજે નિમવામાં આવેલી કમિટીમાં કેટલાક કાઉન્સિલરો જે અગાઉ કમિટિઓમાં ચેરમેન હતા, તેમને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. બોડકદેવ વોર્ડના કાઉન્સિલર દેવાંગ દાણી ગત ટર્મમાં હેલ્થ કમિટિમાં ચેરમેન હતા તેઓને ટાઉન પ્લાનિંગ કમિટિમાં ચેરમેન બનાવવામાં આવ્યા છે. નવાવાડજના કાઉન્સિલર જતીન પટેલ અગાઉ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં હતા. તેઓને વોટર એન્ડ સપ્લાય સુઅરેઝ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. AMTS ટ્રાન્સપોર્ટ કમિટિના ચેરમેન તરીકે વલ્લભભાઈ પટેલ (નરોડા વોર્ડ), વોટર સપ્લાય એન્ડ સુઅરેઝ કમિટિમાં જતીન પટેલ (ઘાટલોડિયા વોર્ડ) રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિમાં મહાદેવ દેસાઈ (સૈજપુર બોઘા વોર્ડ), હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિમાં ભરતભાઈ કે પટેલ (ચાંદલોડિયા), હોસ્પિટલ કમિટિ – પરેશ પટેલ (વસ્ત્રાલ), રિક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટિમાં રાજુ દવે (ઓઢવ), ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટિ- દેવાંગ દાણી (બોડકદેવ), હાઉસિંગ એમ્પ્રૂવમેન્ટ એન્ડ આવાસ યોજના કમિટીમાં અશ્વિન પેથાણી (બાપુનગર), રેવન્યુ કમિટિમાં જૈનિક વકીલ (પાલડી), લીગલ કમિટિમાં કૌશિક પટેલ (ઓઢવ), મટીરીયલ એન્ડ મેનેજમેન્ટ કમિટિમાં આશિષ પટેલ (જોધપુર), અને મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટિની પ્રતિભા જૈનની વરણી કરવામાં આવી છે.