Site icon Revoi.in

કોવિડના માઈલ્ડ કેસમાં Favipiravir દવાનો ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા અનેક કોવિડ દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. દરમિયાન કોવિડની સારવાર માટે Favipiravir ( ફવિપીરવીર) નામની ટેબલેઈટને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા ઈમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ દવાનો કોવિડના માઈલ્ડ કેસીસમાં ઉપયોગ માટે વિવિધ રાજ્યોએ તેમના પ્રોટોકોલમાં સામેલ કરી છે.

 

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના આરોગ્ય વિભાગે Favipiravir દવા કોવિડ-19ના દર્દીઓ માટે ઈમરજન્સીમાં ઉપયોગને લઈને માર્ગદર્શિકા વિવિધ મેડિકલ કોલેજ, મેડિકલ સુપ્રિન્ટેન્ડેટ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેટને મોકલી આપવામાં આવી છે. રાજ્યમાં પણ કોવિડના દર્દીઓને સારવારમાં એક વિકલ્પ મળી રહે તે માટે Favipiravir દવાના ઉપયોગ માટે એડવાઈઝરી બનાવવામાં આવી છે.

કોવિડની બીમારીમાં 80 ટકા જેટલા દર્દીઓમાં લક્ષણો જોવા મળતા નથી અથવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. આવા દર્દીઓને હોમ આઈસોલેશનમાં સાર-સંભાળ આપવામાં આવે છે. દરમિયાન એઈમ્સ દ્વારા તાજેતરમાં જ ઈન્ટ્રીમ ક્લિનીકલ ગાઈડન્સ ફોર મેનેજમેન્ટ ઓફ કોવિડ-19 (વર્ઝન 1.6) પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં આવા દર્દીઓને Ivermectin નામની ટેબલેટનો ઉપયોગ થઈ છે. તેમજ કોવિડની સારવાર આપતી સંસ્થાઓમાં એઈમ્સની આ માર્ગદર્શિકાને અનુસરવા પણ તાકીદ કરવામાં આવી છે.