- વેક્સિનના મિશ્ર ડોઝને પરિક્ષણની મળી મંજૂરી
- ડીસીજીઆઈ એ અભ્યાસ માટે પરવાનગી આપી
દિલ્હીઃ કોરોના વાઈરસ સામે દેશની સરકાર દ્વારા રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે,ત્યાર હવે બે વેક્સિનના મિશ્રણમાં ભારત એક ડગલું આગળ વધતું જોવા મળ્યું છે, આ મિશ્ર ડોઝ બાબતે હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ પણ કોવાસીન અને કોવિશિલ્ડ રસીના મિશ્રણ પરના અભ્યાસ માટે મંજૂરી આપી દીધી છે. ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોરને આ અભ્યાસ અને ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની જવાબદારી મળવા પાત્ર બની છે.
મીડિયા એહવાલ પ્રમાણે કેન્દ્રીય દવા નિયમનકારની વિષય નિષ્ણાત સમિતિએ 29 જુલાઈએ જ આ અભ્યાસ હાથ ધરવાનું સૂચન કર્યું હતું.બેઠક દરમિયાન, નિષ્ણાત સમિતિએ CMC, વેલ્લોરને 4થા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવા સૂચન કર્યું હતું. આ ટ્રાયલમાં 300 સ્વસ્થ સ્વયંસેવકો પર કોવિડ -19 ની કોવેક્સિન અને કોવિડશીલ્ડ રસીના મિશ્રણની અસરોનું પરીક્ષણ કરવામાં આવશે.
આ અભ્યાસનો હેતુ એ જાણવાનો છે કે શું વ્યક્તિને સંપૂર્ણ રસીકરણ માટે કોવેક્સિનની એક માત્રા અને કોવિશિલ્ડની બીજી માત્રા આપી શકાય છે. આ પ્રસ્તાવિત અભ્યાસ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસથી અલગ છે. ICMR એ ઉત્તરપ્રદેશના લોકો પર સંશોધન કર્યું છે જેમને ભૂલથી બે અલગ અલગ કોરોના વિરોધી રસીઓના ડોઝ આપવામાં આવ્યા હતા.