Site icon Revoi.in

યુએનમાં શહીદ શાંતિ સૈનિકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાની મંજૂરી,પીએમ મોદીએ કહ્યું-તમારા બધાનો આભારી છું

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએનજીએમાં શહીદ શાંતિ સૈનિકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવા પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ગુરુવારે કહ્યું કે શહીદ શાંતિ રક્ષકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાના ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સ્વીકારવામાં આવ્યો છે.

વડાપ્રધાને આ પ્રસ્તાવને ટેકો આપનારા તમામ દેશોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે યુએનજીએમાં પસાર કરાયેલા ઠરાવને રેકોર્ડ 190 દેશોએ સહ-પ્રાયોજિત કર્યા છે.

વડાપ્રધાને ટ્વિટર પર લખ્યું, “મને ખુશી છે કે શહીદ શાંતિ રક્ષકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાનો ઠરાવ યુએન જનરલ એસેમ્બલીમાં પસાર કરવામાં આવ્યો છે. રેકોર્ડ 190 દેશોએ આ ઠરાવને સહ-પ્રાયોજિત કર્યો છે. સમર્થન માટે આપ સૌનો આભાર છું. ”