Site icon Revoi.in

19 એપ્રિલ – સર્કીટના નામથી ફેમસ થયેલા અરશદ વારસીનો જન્મ દિવસ

Social Share

મુંબઈ : બોલિવૂડમાં સર્કીટના નામથી વધારે પ્રખ્યાત થયેલા અરશદ વારસીનો આજે 53મો જન્મ દિવસ છે. 1968માં જન્મેલા અરશદ વારસીએ બોલિવૂડમાં પગ મુકતા પહેલા પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. જો તેમના કરિયર વિશે વાત કરવામાં આવે તો તેઓ 3 વર્ષ કામની શોધમાં પણ ફર્યા અને તેમને 3 વર્ષ કોઈ કામ મળ્યું ન હતુ.  તેમના ઘરની પરિસ્થિતિ પણ કોઈ ખાસ મજબૂત હતી નહી.

અરશદ વારસીએ બોલિવૂડમાં પ્રથમ ફિલ્મ – તેરે મેરે સપને – થી કરી હતી અને તે બાદ તેમની બોલિવૂડમાં એન્ટ્રી થઈ હતી.પહેલા પણ આપી ચૂકેલા ઈન્ટરવ્યૂમાં અરશદ વારસીએ જણાવ્યું હતું કે, જ્યારે તેમની પાસે કોઈ કામ ન હતું ત્યારે તેમની પત્ની નોકરી કરતી હતી અને તેનાથી ઘર ચાલતું હતું. અરશદ વારસીએ તે પણ કહ્યું કે, સંકટ સમયમાં તેમની પત્નીએ હંમેશા તેમનો સાથ આપ્યો છે. અને તે માટે તે જીવનભર તેમની પત્નીના આભારી રહેશે.

અરશદ વારસીને બોલિવૂડમાં સફળતા વર્ષ 2003માં આવેલી મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મ પછી મળી. તેમાં તેમનું સર્કીટ નામનું કેરેક્ટર એટલુ પ્રખ્યાત થયું કે આજે પણ કેટલાક અરશદ વારસીને ફેન્સ સર્કીટના નામથી તેમને વધારે ઓળખે છે.

દેવાંશી