Site icon Revoi.in

30 એપ્રિલ – 1870:  દાદા સાહેબ ફાળકેનો જન્મદિવસ,15000 રૂપિયામાં બનાવી હતી પહેલી ફિલ્મ

Social Share

મુંબઈ : ભારતીય સિનેમા જગતમાં આજે પણ દાદા સાહેબ ફાળકેના સન્માનમાં એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ તે લોકોને આપવામાં આવે છે જેઓએ ફિલ્મ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું હોય.

દાદા સાહેબ ફાળકેનો જન્મ વર્ષ 1870 માં થયો હતો અને તેમણે પોતાના જીવનમાં પ્રથમ ફિલ્મ 15000 રૂપિયામાં બનાવી હતી. દાદા સાહેબ ફાળકેનું સાચુ નામ ઘુંડિરાજ ગોવિંદ ફાળકે હતું અને તેમણે પોતાના 19 વર્ષના ફિલ્મી જીવનમાં 95 જેટલી વધારે ફિલ્મો બનાવી છે.

દાદા સાહેબ ફાળકેની રૂચી હમેશાથી કળા પ્રત્યે હતી.તે ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા માંગતા હતા.તેમણે 1885માં જે.જે.સ્કૂલ ઓફ આર્ટસમાં એડમીશન લીધું હતું. તે બાદ વડોદરાના કલાભવનમાં ભઈ કલાની શિક્ષા લીધી હતી. આ બાદ તેઓ વડોદરા શહેરમાં કાયમી રીતે રહેવા લાગ્યા હતા અને ત્યાં તેઓએ થોડો સમય ફોટોગ્રાફર તરીકે કામ કર્યું હતું.