Site icon Revoi.in

APSEZના નાણાંકિય વર્ષ 2022ના 9 માસનાં પરિણામો કાર્ગો વોલ્યુમમાં 22 ટકાની વૃધ્ધિ અને કુલ આવકમાં 35 ટકાનો વધારો

Social Share

અમદાવાદ : ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી અને વિવિધિકરણ ધરાવતા અદાણી પોર્ટફોલિયોના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન (“APSEZ”) ના તા.31 ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થતા ત્રીજા ત્રિમાસિક ગાળાના અને 9 માસના પરિણામોની આજે જાહેરાત કરવામાં આવી છે.

 

Particulars Q3

FY22

Q3

FY21

Growth 9M

FY22

9M

FY21

Growth
Cargo (MMT) 68 76 -11% 212 174 22%
Consolidated Revenue 3,797 3,746 1% 12,089 8,942 35%
Consolidated EBITDA* 2,431 2,488 -2% 7,428 5,776 29%
Port Revenue 3,156 3,279 -4% 9,706 7,615 27%
Port EBIDTA 2,246 2,351 -4% 6,876 5,394 27%
Port EBIDTA Margin 71% 72%   71% 71%  
Forex mark to market – Loss/(Gain) 13 (206)   348 (691)  
PBT before Exceptional Item 1,739 2,013 -14% 4,776 4,753 0.5%
PAT 1,479 1,577 -6% 3,762 3,728 1%
       

*EBITDA excluse forex mark to market- to- market loss/gain. EBITA of 9M FY21 excludes one time donation of Rs.80cr. EBITA of 9M FY 22 excludes onetime expenses of Rs.60 Cr. related to acquisition of SRCPL.

નાણાંકિય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં અદાણી પાવર મુંદ્રા, GGPL જેવા મુખ્ય IPPs ની ઓછી આયાતને કારણે તથા ઉંચી કિંમતોના કારણે કોલસાના ટ્રેડીંગના ઓછા વોલ્યુમ તેમજ સપ્લાય ચેઈનમાં અવરોધને કારણે વોલ્યુમને અસર થઈ હતી. નાણાંકિય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં વિજળીની માંગ વધતાં તથા વૈશ્વિક સ્તરે ભાવ હળવા થતાં કોલસાના વોલ્યુમમાં વધારો થવાની સંભાવના છે.

APSEZના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને હોલ ટાઈમ ડિરેક્ટર શ્રી કરણ અદાણી જણાવે છે કે “મહામારીના ગાળા દરમ્યાન APSEZ તરફથી અદ્દભૂત સ્થિતિસ્થાપકતા દાખવવામાં આવી છે. વર્ષ 2020માં અમે જે કાંઈ શિખ્યા તેનાથી જાણકારીમાં સહાય થઈ છે અને અમારી સંચાલનની નિપુણતાને કારણે અમે અમારૂં વિસ્તરણ ચાલુ રાખી શક્યા છીએ. ભારતના પૂર્વ સાગરકાંઠે આંધ્ર પ્રદેશમાં ક્રિશ્નાપટનમ અને ગંગાવરમને કારણે અમે અમારી દેશવ્યાપી હાજરી મજબૂત બનાવી શક્યા છીએ. કેરાલામાં અમારૂં બાંધકામ હેઠળનું પોર્ટ વિઝીનઝીમની સાથે સાથે કોલંબો, શ્રીલંકામાં અમારૂં નવુ ટર્મિનલ હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં નવા ટ્રાન્સશીપમેન્ટ હબ તરીકે કામ કરશે.”

શ્રી કરણ અદાણીએ વધુમાં જણાવ્યું કે “કાર્બનની સ્થિતિ સરભર કરતા મેનગ્રુવનું વનીકરણ અને ટેરેસ્ટ્રીયલ પ્લાન્ટેશનની સાથે સાથે રિન્યુએબલ એનર્જીના ઉપયોગ અંગે અમારૂં વ્યાપક ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે અમે વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવાના તથા વિશ્વની અત્યંત પર્યાવરણલક્ષી કંપની તરીકેનું સ્થાન હાંસલ કરવાના પંથે છીએ.”

અદાણી ગ્રુપની પ્રગતિના કારણે ટ્રાન્સપોર્ટ યુટિલિટી મોડેલ તરીકેનું સ્થાન મજબૂત થયુ છે અને ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિજળી જેવી આવશ્યક ભૂમિકા બજાવે છે. આ ટ્રાન્સપોર્ટ યુટિલિટી મોડેલ,  રેઈલ નેટવર્કના વિસ્તરણ અને એ- ગ્રેડની વેરહાઉસિંગ ક્ષમતાના કારણે તથા લોજીસ્ટીકસ ક્ષમતાઓમાં વધુ મૂડીરોકાણને કારણે મજબૂત થયું છે. અદાણી ગ્રુપ નવી ટેકનોલોજીસમાં મૂડીરોકાણ, ઓટોમેશન અને ડીજીટાઈઝેશન ક્ષેત્રે મૂડીરોકાણ કરવાનું ચાલુ રાખીને વૃધ્ધિને વધુ વેગ આપશે.

FY22ના 9 માસની બિઝનેસની મહત્વની વિશેષતાઓ (YoY)

કામગીરીની વિશેષતાઓઃ

પોર્ટ બિઝનેસ

લોજીસ્ટીક્સ બિઝનેસ

નાણાંકિય વિશેષતાઓઃ

એબીટા

તાજેતરના હસ્તાંતરણને કારણે આવક અને એબીટાના કોન્સોલીડેશન અંગે નોંધઃ

ઈએસજી વિશેષતાઓઃ

અન્ય બિઝનેસ અપડેટસઃ

સરગુજા રેલ (SRCPL) હસ્તગત કરવાની કામગીરી પૂર્ણ થઈઃ

ગંગાવરમ પોર્ટ (GPL) અંગે અપડેટ

 એવોર્ડઝઃ