Site icon Revoi.in

રાજધાની દિલ્હીમાં હવામાં પ્રદૂષણનું સ્તર વધતાં હવામાં ધુમાડાના ગોટા જોવા મળ્યાં , AQI 400 ને પાર પહોંચ્યો

Social Share

દિલ્હી-   દિલ્હી-એનસીઆરના લોકો ઝેરી હવા લેવા મજબુર બન્યા છે સતત દિવાળી પહળથી જ અહીની હવામાં પ્રદૂષણ નું સ્તર  વધ્યું છે ત્યારે આજ રોજ . શુક્રવારે પણ દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સપણ ખરાબ હાલતમાં નોંધાયો છે.

સરેરાશ, દિલ્હીમાં AQI ગંભીર સ્તરે રહે છે. જો વરસાદ નહીં પડે તો દિલ્હીના હવામાનમાં કોઈ સુધારો નહીં થાય. શુક્રવારે સવારે દિલ્હીના મોટા ભાગના સ્થળોએ ધુમ્મસનું એક સ્તર જોવા મળ્યું હતું.દરેક જગ્યાએ ધુમાડા જેવો નજારો જોવા મળ્યો હતો.જેના કારણે દ્રશ્યતા પણ ઘટી હતી 

દિલ્હીનો AQI ગંભીર સ્તરે યથાવત છે. ખરાબ હવામાનને કારણે હવામાં રહેલા પ્રદૂષકોમાં ઘટાડો થઈ રહ્યો નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, આનંદ વિહાર, આરકે પુરમ, IGI એરપોર્ટ અને દ્વારકા જેવા સ્થળોએ AQIનો આંકડો સવારે 5 વાગ્યે 400ને વટાવી ગયો છે. આ એક ગંભીર સ્તર છે અને સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.

દિલ્હીના જુદા જુદા વિસ્તારોની જો વાત કરીએ તો  આનંદ વિહારનો સરેરાશ AQI 447 નોંધવામાં આવ્યો છે. CPCB એ સવારે 5 વાગ્યા સુધીનો ડેટા શેર કર્યો છે, જેમાં PM2.5 મુખ્ય પ્રદૂષક છે.
આ સહિત CPCBના ડેટા અનુસાર, AQI RK પુરમમાં 465, IGI એરપોર્ટ પર 467 અને દ્વારકામાં 490 નોંધવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના નોઈડા અને ગ્રેટર નોઈડાના AQI નબળું સ્તરે છે. CPCB વેબસાઈટ પર નોઈડા સેક્ટર-125નો AQI 352 છે, જ્યારે AQI 314 ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-IIIમાં નોંધવામાં આવ્યો છે,હરિયાણાના ગુરુગ્રામમાં, રહેવાસીઓ માટે કોઈ રાહત દેખાતી નથી કારણ કે સેક્ટર-51માં AQI સવારે 5 વાગ્યે 444 હતો.