દિલ્હીમાં ગ્રેપ લાગૂ કરવા છત્તાં વધ્યું પ્રદુષણનું સ્તર – ગુરુગ્રામમાં સૌથી નબળી શ્રેણીમાં AQI નોંધાયો
દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં શિયાળાની શરુઆત થતા પહેલા જ વાયુપ્રદુષનું સ્તર વઘવા લાગે છે,જો કે ગ્રેપ લાગૂ કરી દેવા છત્તા આ વખતે પ્રદુષણ સ્તર જલ્દી ખરાબ થતું જોવા મળ્યું છે ખાસ કરીને ગુરુગ્રામમાં એર ક્લોવિટી ઈન્ડેક્ષ નબળી શ્રેણીમાં નોંધાયો છે,
પ્રાપ્ત વિગત પ્રમાણે ગ્રેપ અમલીકરણ છતાં, રાજઘાનીમાં હવા પ્રદૂષણ ધીમે ધીમે વધી રહ્યું છે. બુધવારે, એર ક્વોલિટી ઇન્ડેક્સ 176 નો રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે મધ્યમ કેટેગરીમાં આવે છે. આ મહિનાના આરંભે આ સૌથી વધુ છે. મંગળવારની તુલનામાં એક દિવસમાં તેમાં 21 પોઇન્ટનો વધારો નોંધાયો છે. જ્યારે સોમવારે એક્યુઆઈ 146 નોંધાયો હતો
આઈઆઈટીએમ અનુસાર, આગામી છ દિવસમાં હવા આ કેટેગરીમાં રહેવાની અપેક્ષા છે. બુધવારે, પવનની ચાલ ઉત્તર-પશ્ચિમમાં હતી અને તેની ગતિ 8 થી 16 કિલોમીટર પ્રતિ કલાકની નોંધણી કરવામાં આવી હતી. આ સમય દરમિયાન આકાશ સ્પષ્ટ હતું. તે જ સમયે, ગુરુવારે સવારે પવનની ગતિ 4 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની હશે.