હવાની ગુણવત્તા માટે વપરાતો શબ્દ AQI – જાણો શું છે તેનો અર્થ
- એક્યૂઆઈ ખરેખર શું છે જાણો
- એક્યૂઆઈ હવાની ગુણવત્તા માટે વપરાતો શબ્દ છે
આપણે અવાર નવાર એર ક્વોલિટી ઈન્ડેક્ષ શબ્દ સાભળ્યો છે પરંતુ તે ખરેખર શું છે, અને હવાની ગુણવત્તા માટે કઈ રીતે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે,તે વાતથી આજે આપણે માહિતીગાર થઈશું ,ખરેખર પ્રદૂષણના સ્તરને જૂદી જૂદી શ્રેણીમાં રાખવામાં આવે છે જેને એક્યૂઆઈ કહી શકાય છે.
હવા પ્સ્તરદુષણનું દરેક ર અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. AQI શું છે, તમે તમારા શહેરનો AQI કેવી રીતે જોઈ શકો છો અને તમારા સ્વાસ્થ્યને કયા સ્તરે જોખમ છે તે જાણો.
AQI વધવાનો અર્થ છે સ્વાસ્થ્ય માટે જોખમ વધવું
અસ્થમા અને ક્રોનિક બ્રોન્કાઇટિસ જેવા પલ્મોનરી રોગો ધરાવતા લોકોને વાયુ પ્રદૂષણથી સૌથી વધુ જોખમ રહેલું છે.વાયુ પ્રદૂષણની સ્થિતિમાં બાળકો અને વૃદ્ધોએ ભાગ્યે જ ઘરની બહાર નીકળવું જોઈએ જે લોકો વધુ કસરત કરે છે, કેટલાક લોકો ઓઝોન પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે, તેઓને વાયુ પ્રદૂષણથી પણ મોટું જોખમ હોય છે.
જાણો AQI શું છે?
AQI નું પુરુ નામ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે જેનો ઉપયોગ હવામાં પ્રદૂષણની માત્રાને માપવા માટે થાય છે. આ સૂચકાંકના માપના આધારે, તે જાણી શકાય છે કે સ્થળની હવા કેટલી સ્વચ્છ છે અને તે શ્વાસ લેવા યોગ્ય છે કે નહીં.
AQI નું મૂલ્ય જેટલું ઊંચું છે, હવાના પ્રદૂષણનું સ્તર ઊંચું છે અને સ્વાસ્થ્ય માટે જોખમ ઊંચું છે. AQI માપવાનો હેતુ લોકોને વાયુ પ્રદૂષણ વિશે જાગૃત કરવાનો અને તેમના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે.
જાણો એક્યૂઆઈની જૂદી જૂદી શ્રેણીઓ
- જો AQI 0 થી 50 ની વચ્ચે હોય તો તેને સારી શ્રેણીમાં રાખવામાં આવે છે.
- 51 અને 100 ની વચ્ચે હોવાને સંતોષકારક માનવામાં આવે છે,
- જ્યારે 101 અને 200 ની વચ્ચે મધ્યમ માનવામાં આવે છે.
- જો હવાની ગુણવત્તા 201 થી 300 ની વચ્ચે હોય તો તે નબળી શ્રેણીમાં આવે છે
- એક્યૂઆઈ 301 થી 400 ની વચ્ચે ખૂબ જ નબળી છે.
- એક્યૂઆઈ 401 અને 500 વચ્ચેનો હવા ગુણવત્તા સૂચકાંક ગંભીર શ્રેણીમાં આવે છે.